બાર્બાડોઝે દેશના વડા તરીકે બ્રિટનના રાણી ક્વીન એલિબેથનું નામ દૂર કરી પ્રજાસત્તાક દેશ બનવાની યોજના બનાવી છે, એમ આ કેરિબિયન દેશની સરકારે જણાવ્યું છે.
અગાઉ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ રહેલું બાર્બાડોઝ 1966માં સ્વતંત્ર બન્યું હતું. જોકે બ્રિટિશ સામ્રાજ્યના બીજા કેટલાંક દેશોની જેમ બાર્બાડોઝે પણ બ્રિટનની રાજાશાહી સાથે ઔપચારિક જોડાણ જાળવી રાખ્યું છે.
બાર્બાડોઝના વડા મિયા મોટલી વતી પ્રવચન આપતાં ગવર્નર જનરલ સાન્ડ્રા મેસને જણાવ્યું હતું કે બ્રિટિશ સામ્રાજ્યનો ભૂતકાળ સંપૂર્ણપણે ભૂલી જવાનો સમય આવી ગયો છે. બાર્બાડોઝના લોકો પોતાના નાગરિકને દેશના વડા તરીકે જોવા માગે છે. તેથી સ્વતંત્રતાની 55મી વર્ષગાંઠની ઉજવણી સુધીમાં બાર્બાડોઝ સંપૂર્ણ સાર્વભૌમત્વ (સોવરિનટી) તરફ પગલું લઈને પ્રજાસત્તાક દેશ બનશે.