ભગવાન શ્રી સ્વામિનારાયણ 1781માં પૃથ્વી પર પ્રગટ થયા તે પ્રસંગ અને ભગવાન રામના જન્મ દિન પ્રસંગે તા. 30 માર્ચ 2023ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે સ્વામિનારાયણ જયંતિ અને રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ સમારંભો અને ઉત્સવો સાથે આ દિવસને ચિહ્નિત કરવામાં આવ્યો હતો.

ભક્તો અને શુભેચ્છકોએ આખા દિવસ દરમિયાન મંદિરની મુલાકાત લઇ સંતો દ્વારા રજૂ થતા ભક્તિ ગીતો અને પ્રવચનનો કાર્યક્રમ માણ્યો હતો. તો ભગવાન રામના દિ વ્ય જન્મને ચિહ્નિત કરતા અન્નકુટ દર્શન અને આરતીનો લાભ લીધો હતો. સમી સાંજે યુવાનો અને સંતોએ ભક્તિ ગીતો અને પ્રવચનોની શ્રેણી દ્વારા ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામચંદ્રના જીવન અને કાર્યોની વધુ ઉજવણી કરી હતી. જે તેમના પ્રભાવશાળી જીવન અને તેઓએ આપેલા આધ્યાત્મિક વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે.

સાંજની ઉજવણી રાત્રે 10.10 કલાકે એક વિશેષ આરતી સાથે સમાપ્ત થઈ હતી જે ભગવાન સ્વામિનારાયણે ઉત્તર ભારતના ગામ છપૈયામાં માતા ભક્તિમાતાની કુખે જન્મ લેવા માટે પસંદ કરેલ ચોક્કસ સમયને દર્શાવે છે.

તસવીર સૌજન્ય : BAPS સ્વામિનારાયણ સંસ્થા, લંડન

LEAVE A REPLY