યુકે અને યુરોપમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) એ વૈશ્વિક કોરોનાવાયરસ (સીઓવીડ -19) રોગચાળા દરમિયાન સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે રાષ્ટ્રવ્યાપી સમુદાય સંભાળ કાર્યક્રમ અંતર્ગત 54થી વધુ વિસ્તારોમાં 700થી વધુ સ્વયંસેવકોની મદદથી સ્થાનિક સમુદાયો, વૃદ્ધો અને જરૂરતમંદોને સહાય પહોંચાડી છે.
‘કનેક્ટ એન્ડ કેર’ પહેલ હેઠળ યુકે અને યુરોપમાં 10,300થી વધુ પરિવારોને તેમના કલ્યાણ વિશે પૂછપરછ કરવા 16,500 થી વધુ ફોન કોલ્સ કરવામાં આવ્યા છે. તો સમુદાયના 8,8૦૦ વૃદ્ધો અને સંવેદનશીલ લોકોને નિયમિત ધોરણે શોપીંગ, દવા અને અન્ય જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. યુકેના તમામ બીએપીએસ મંદિરોની નજીકના સ્થાનિક સમુદાયોના રહેવાસીઓને 1,600 થી વધુ પત્રો પહોંચાડી ટેકો આપવામાં આવ્યો છે અને લંડનમાં સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોને દરરોજ 700 થી વધુ ‘ટિફિન’ પહોંચાડે છે.