પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી જન્મજયંતિ મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે 27-28 ઓગસ્ટ 2022ના વિકેન્ડ દરમિયાન ભારતથી પધારેલા વરિષ્ઠ સંત પ. પૂ. આનંદસ્વરૂપદાસ સ્વામીની હાજરીમાં યોજાયો હતો.

‘જીવ્યા અમારે કાજ’ શીર્ષક હેઠળ બે દિવસની આ ઉજવણી ચાર પર્ફોર્મન્સમાં યોજાઇ હતી, જેમાં 9,000થી વધુ લોકોએ પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અથાક પ્રયત્નો, અમર્યાદ પ્રેમ અને અન્ય લોકો માટે જીવેલા જીવનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ પૂ. પ્રમુખ સ્વામી મહારાજની વિશેષ મૂર્તિનો અભિષેક કરવાનો આનંદ માણ્યો હતો.

એસેમ્બલી હોલની અંદરની ખાસ સભામાં પ્રમુખ સ્વામી મહારાજના અથાક પ્રયત્નો, તેમના અમર્યાદ પ્રેમ અને આવા ગુરુની અમૂલ્ય પ્રાપ્તિનું વર્ણન કરતા ભજનો, વાઇબ્રન્ટ નૃત્યો અને ઉત્થાનકારી રજૂઆતો  કરાયાં હતાં.

પૂ. પ્રમુખસ્વામી મહારાજે સમાજના હિત માટે અથાક અને નિઃસ્વાર્થપણે પ્રવાસ કર્યો હતો અને તેમનું સમગ્ર જીવન અન્યોની સેવામાં સમર્પિત કર્યું હતું. તેઓ પત્રો, ફોન કૉલ્સ અને વ્યક્તિગત મીટિંગ્સ દ્વારા વિવિધ વ્યક્તિઓ સાથે સાર્વત્રિક રીતે જોડાયેલા હતા. આ પ્રસંગે પૂ. બાપા સાથે જોડાણ ધરાવતા યુકે અને યુરોપના લોકોને પ્રેઝન્ટેશન અને વિડિયોની શ્રેણી દ્વારા યાદ કરાયા હતા. જેમાં તેમણે આપેલા બલિદાન અને જીવનભરની યાદો વિશે વધુ ઊંડાણપૂર્વક જણાવાયું હતું.

પૂ. બાપાનો સરહદ વિનાનો પ્રેમ યુવાન અને વૃદ્ધ, સાક્ષર અને અભણ, શ્રીમંત અને ગરીબ એવા લાખો લોકોના જીવનને સ્પર્શતો હતો. જેનું સંતો અને યુવાનો દ્વારા ભાવનાત્મક ભજનોના અવતરણો દ્વારા નિરૂપણ કરાયું હતું તથા કઇ રીતે અસંખ્ય આત્માઓને ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન તરફ માર્ગદર્શન આપ્યું હતું તે જણાવાયું હતું.

પૂ. પ્રમુખસ્વામી મહારાજનો અન્યો માટેનો પ્રેમ અને શ્રમ તેમની મહાનતાનો પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે. હિંદુ શાસ્ત્રો સત્પુરુષની સાચી મહાનતા દર્શાવે છે. પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય મહિમાને દર્શાવતા સંસ્કૃત શ્લોકોનું મોન્ટેજ ગવાયું અને પ્રદર્શિત કરાયું હતું. આ પંક્તિઓને વરિષ્ઠ સંતોના અંગત સંસ્મરણો દ્વારા સમર્થન અપાયું હતું અને તેમણે યુકે અને યુરોપમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથેના તેમના પ્રવાસમાંથી પ્રેરણાદાયી ઘટનાઓ જણાવી હતી. તેમણે મહંત સ્વામી મહારાજ દ્વારા અક્ષરબ્રહ્મની સતત હાજરીને પણ દૃઢ કરી હતી.

સમાપનની ઉજવણી માટે એક ખાસ રચાયેલ કવિતા, જેણે સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું તેણે પૂ. પ્રમુખ સ્વામી મહારાજની હાજરી “વધુ એક વાર” અનુભવવાની દરેકની ઈચ્છાને અવાજ આપ્યો હતો. કવિતાના અંતે કહેવાયું હતું કે “હે પ્રમુખસ્વામી મહારાજ! અમે તમને આખો સમય કેવી રીતે અનુભવી શકીએ?” આ માટે, મહંત સ્વામી મહારાજના એક ભાવનાત્મક અને યોગ્ય વિડિયો ક્લાઇમેક્સમાં લખ્યું હતું કે “પ્રમુખ સ્વામી મહારાજ હંમેશ માટે હાજર છે. ફક્ત તેમને યાદ કરો અને તમે તેમની દિવ્યતા અને હાજરી અનુભવશો. આ મારું વચન છે. ચાલો આપણે સાથે મળીને પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી ઉજવીએ.’’

LEAVE A REPLY