ખૂબ જ વ્યાપક જરૂરીયાતના સમયમાં, અમેરિકા અને કેનેડામાં આયોજિત BAPS ચેરિટીઝ બ્લડ ડોનેશન ડ્રાઇવ્સમાં એકત્રિત લોકોમાં રક્તદાન કરવાનો જુસ્સો સ્પષ્ટ રીતે જોવા મળતો હતો. BAPS ચેરિટીઓએ સ્થાનિક બ્લડ બેંકો સાથે ભાગીદારીમાં સમગ્ર નોર્થ અમેરિકામાં રેકોર્ડ-બ્રેક 100 બ્લડ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. રકતદાનની આ ઝુંબેશોથી અંદાજે 12 હજાર લોકોના જીવ બચાવવા માટે ચાર હજાર બોટલ રક્ત એકત્ર કરવામાં મદદ મળી હતી. (એક બોટલ રક્તથી ત્રણ લોકો સુધીના જીવ બચી શકે છે) પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહની ઉજવણી નિમિત્તે 100 રક્તદાન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમની સહુ લોકો પ્રત્યેની કરુણાના કારણે BAPSના માનવતાવાદી કાર્યો માટે BAPS ચેરિટીઝની રચનાની પ્રેરણા મળી હતી. રોબિન્સવિલેના રક્તદાતા જયમીન પટેલે જણાવ્યું હતું કે, મને ખૂબ જ ખુશી છે કે, મેં કોઇનો જીવ બચાવવા માટે ભેટ આપી છે. BAPS ચેરિટીઝના પ્રેસિડેન્ટ નિલકંઠ પટેલે જણાવ્યું હતું કે, BAPS ચેરિટીઝ ઘણા વર્ષોથી બ્લડ ડ્રાઇવનું આયોજન કરે છે, પરંતુ આ વર્ષે મને લાગે છે કે, હજ્જારો દાતાઓએ લોકોના જીવ બચાવવા માટે રેકોર્ડ સંખ્યામાં પ્રયત્ન કર્યો છે. મેડિકલ સર્વિસીઝના નેશનલ કોર્ડિનેટર ડો. સુભાષ પટેલે જણાવ્યું હતું કે, ‘BAPS ચેરિટીઝ તમામ દાતાઓ અને બ્લડ એજન્સીઓનો આભાર માનવા ઇચ્છે છે. તેમની મદદ વગરે, અમે અમારા સમુદાયની આરોગ્યલક્ષી સુખાકારી માટે વ્યાપક સર્વિસીઝ આપી શક્યા ન હોત.’