આ વર્ષ જુનમાં BAPS ચેરિટીઝ દ્વારા 70 સમૂદાયોમાં વાર્ષિક વોક અને દોડનું આયોજન કર્યું હતું. આ વર્ષે અગાઉની જેમ કોવિડને ધ્યાનમાં રાખીને સહભાગીઓ અને સ્વયંસેવકોની સુરક્ષા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત વર્ષથી શરૂ થયેલી વૈશ્વિક અને સામૂદાયિક કાર્યોને મદદ કરવાની પરંપરાને આગળ વધારવામાં આવી છે. જે અંતર્ગત આ વર્ષે સુસાન જી. કોમેનના બ્રેસ્ટ કેન્સરના નિવારણ અંગે પ્રયાસો, સંશોધનો વગેરેને મદદ કરવા માટે આ વર્ષે વોક અને દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે અમેરિકામાં બ્રેસ્ટ કેન્સરના નવા 281, 550 કેસનું નિદાન થવાનો અંદાજ છે. આ સહિયારી જવાબદારીની સમજણ ધરાવતા સમૂદાયો છે અને તેમની પાસે ખરેખર જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાની વધુ શક્તિ છે. તેઓ દર વર્ષે, બીએપીએસ ચેરિટીઝની વોક્સ અને કાર્યક્રમો આપણને યાદ અપાવે છે કે અન્યની સેવાની ભાવનામાં આપણે એક થઈને બધા આગળ વધી શકીએ છીએ.
આ ઝુંબેશ સાથેના સંયોજનમાં, આ વર્ષના ‘ધ જોય ઓફ અધર્સ વોક’માં સહભાગીઓએ 100 મિલિયન પગલા ચાલવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં તમામ ઉંમરના લોકોએ ભાગ લીધો હતો, જેમાં પાંચ વર્ષના બાળકથી લઇને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને તેમને અનુકૂળ અને સુરક્ષિત હોય તે રીતે ચાલવા માટે જણાવવામાં આવે છે. 200 મિલિયન સ્ટેપ્સ માટે 11 હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી હતી, જે સંખ્યા પ્રારંભિક લક્ષ્યાંક કરતા વધુ હતી.
બીએપીએસ ચેરિટીઝના સ્વયંસેવક ધ્રુવલ અમીને જણાવ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સર સમૂદાયોને, તેમના પરિવારોને અને તેમના મિત્રોને અસર કરે છે. બીએપીએસ ચેરિટીઝ અને સુસાન જી. કોમેન વચ્ચેની ભાગીદારી બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ વધારવા માટે સાથે કામ કરવાની તક સમાન છે.
આ વોકમાં ભાગ લેનાર ડો. જૈમિન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પરિવાર સાથે બહાર જવાની આ ખરેખર એક મોટી તક હતી અને એક સારા કાર્ય માટે સાથે મળીને મદદ કરી શક્યા છીએ. નાની ઉંમરના ઘણા લોકોને જોઇને મને પ્રેરણા મળી છે. ફક્ત વોક દરમિયાન જ નહીં પરંતુ તેમણે સોશિયલ મીડિયામાં પણ તેમની અંગત સ્ટોરીઝ જણાવી છે. નવી પેઢી સાથે જોડાવું ખૂબ જ જરૂરી છે.
આ વર્ચ્યુઅલ કાર્યક્રમનું સમાપન સંસ્થાની આ વર્ષની ઇવેન્ટની વ્યક્તિગત વોક સાથે સુસાન જી કોમેન, સહભાગીઓ, સ્વયંસેવકો, સમર્થકો સાથે લોસ એન્જલસના લોસ એન્જલસ કોલિસીયમ સાથે સંયુક્ત રીતે થયું હતું.
વોક શરૂ થાય તે અગાઉ યોજાયેલા સમારંભમાં સ્ટેટ સેનેટર મારિયા ઇલેના ડુરાઝોએ અને અન્ય અધિકારીઓએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા અને BAPS ચેરીટીઝે સુસાન જી કોમેનના પ્રતિનિધિઓને 50 હજાર ડોલરનું દાન આપ્યું હતું.