BAPS દ્વારા યુકે અને યુરોપમાં તમામ સભા અને ઉત્સવ રદ કરાયા

0
1100

બધા ભક્તો અને મુલાકાતીઓ, ખાસ કરીને વૃદ્ધો અને સંવેદનશીલ લોકોના સ્વાસ્થ્યના હિતમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા યુકે અને યુરોપમાં આવેલ તમામ મંદિરો ખાતે તેમ જ પરાઓમાં થતી સભાઓ અને ઉત્સવ રદ કરવાની જાહેરાત કરી છે. જો કે યુકે અને યુરોપના તમામ બીએપીએસ મંદિરોમાં દર્શન, આરતી અને અભિષેક હંમેશની જેમ ચાલુ રહેશે.

સંસ્થાએ આગળની સૂચના સુધી મંદિરની મુલાકાત લેતા બધા જૂથ અને શાળાઓની મુલાકાતો પણ રદ કરી છે. આગળની સૂચના ન મળે ત્યાં સુધી તમામ કાર્યક્રમ સુધી સ્થગિત કરવામાં આવેલ છે. આ અંગેની વધુ માહિતી સ્થાનિક લીડ સ્વયંસેવકોને આપવામાં આવશે. જો કે મંદિર તરફથી ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત લોકો અને દરેક ભક્તોને આ સમયગાળા દરમિયાન તમામ બિન-આવશ્યક મુસાફરી અને મુલાકાતોને ટાળવા માટે જણાવાયુ છે.

લંડન મંદિરની મુર્તિઓના દૈનિક દર્શન મંદિરની વેબસાઇટ પર કરી શકાશે. પ.પૂ. મહંત સ્વામી મહારાજની યુ.કે. મુલાકાત સહિત એપ્રિલ 2020માં યોજાનારા કાર્યક્રમો અંગેની માહિતી ભવિષ્યમાં જાહેર કરાશે. મંદિર પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખી રહ્યુ છે અને નવી માહિતી ઉપલબ્ધ થતાની સાથે જ અપડેટ્સ કરશે.