બોલિવૂડના જાણીતા સિંગર અને કમ્પોઝર બપ્પી લહેરીને કોરોનાનું સંક્રમણ લાગતા ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 68 વર્ષીય બપ્પી લહેરીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બપ્પી લહેરીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું, ‘બપ્પી દાએ ખૂબ સાવધાની રાખી છતાં તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉ. ઉદવાડિયાના નિરીક્ષણ હેઠળ સારવાર ચાલી રહી છે. તેઓ જલદી જ સ્વસ્થ થઈને ઘરે આવી જશે. તેમને દુઆમાં યાદ રાખવા માટે ધન્યવાદ.’
છેલ્લા થોડા દિવસોમાં રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, પરેશ રાવલ, મનોજ બાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, કાર્તિક આર્યન, ફાતિમા સના શેખ, આમિર ખાન, સતિશ કૌશિક, રોહન સરાફ જેવા ઘણાં કલાકારોને કોરોના થયો હતો.