અગ્રણી જી.પી. ડૉ. હસમુખ શાહ

ΒΑΡΙΟ વેલ્સ દ્વારા ‘’વેઝ ટૂ ઇમ્પ્રુવ વેલ્સ વેઇટીંગ ટાઇમ’’ વિષય પર એક સિમ્પોઝિયમનું આયોજન તા. 1લી જૂનના રોજ બપોરે મર્ક્યુરી કાર્ડિફ નોર્થ હોટેલ, કાર્ડિફ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વેલ્સના કેબિનેટ સેક્રેટરી ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેર એલ્યુનેડ મોર્ગન, એમએસને રજૂ કરવા માટે એક અહેવાલ તૈયાર કરાયો હતો.

વેઇટીંગ લીસ્ટમાં કઇ રીતે ઘટાડો કરી શકાય તે માટેના સંભવિત ઉકેલો અંગે વેલ્સની વિવિધ હોસ્પિટલોમાં સેવા આપતા 11 કન્સલ્ટન્ટ્સ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું અને તે વિષે ચર્ચા કરવામાં આવી હતી.

BAPIO વેલ્સના આ સિમ્પોઝિયમમાં સમગ્ર યુકેમાં NHS સામેની વેઇટીંગ લીસ્ટની સમસ્યાઓ, બેડના અભાવે કોરીડોરમાં અપાતી સારવાર, અમુક પ્રકારના ઓપરેશન્સમાં 3-4 વર્ષના વેઇટીંગ લીસ્ટ, વેલ્સની હોસ્પિટલ્સની સમસ્યાઓ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

BAPIO વેલ્સના સેક્રેટરી પ્રોફેસર હસમુખ શાહ બીઈએમ અને BAPIO વેલ્સના ચેરમેન પ્રોફેસર કેશવ સિંઘલ CBEએ કહ્યું હતું કે ‘’બહારના દર્દીઓ અને શસ્ત્રક્રિયા માટે નિયમિત/ઇમર્જન્સી એપોઇન્ટમેન્ટ માટે વેલ્સની NHS હોસ્પિટલ્સ અને જીપી સર્જરીઝમાં પણ રાહ જોવી પડે છે. આ સમસ્યાઓના નવીન ઉકેલની તાતી જરૂર છે.’’

આ સિમ્પોઝિયમમાં 100થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને દર્દીઓ સહિત ઉપસ્થિત તમામ લોકોના યોગદાન સાથે રાઉન્ડ ટેબલ ચર્ચાઓ પણ થઈ હતી. કેબિનેટ સેક્રેટરી બેરોનેસ એલ્યુનડ મોર્ગનને તાત્કાલિક વિચારણા માટે મળવાનો સમય મંગાયો છે.

આ સિમ્પોઝિયમમાં વક્તા તરીકે પ્રોફેસર પરાગ સિંઘલ (કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ), ડૉ શ્રીધર કામથ (કન્સલ્ટન્ટ મસ્ક્યુલોસ્કેલેટલ રેડિયોલોજીસ્ટ), શ્રીમતી કોકિલા સ્વામીનાથન (ક્લિનિકલ પ્રેક્ટિશનર), ડૉ. વિકાસ લોધી (કન્સલ્ટન્ટ એક્યુટ મેડિસિન), સંદીપ બેરી (કન્સલ્ટન્ટ ઓટોલેરીંગોલોજિસ્ટ), રાહુલ કોટવાલ (કન્સલ્ટન્ટ ટ્રોમા અને ઓર્થોપેડિક સર્જન), પ્રોફેસર ઈન્દુ દેગલુરકર (કન્સલ્ટન્ટ કાર્ડિયાક સર્જન), ડૉ. રાજા બિસ્વાસ (કન્સલ્ટન્ટ ફિઝિશિયન), આશિષ ખુરાના (કન્સલ્ટન્ટ સ્પાઇનલ સર્જન), પ્રો. અરુણ રામચંદ્રન (કન્સલ્ટન્ટ નિયોનેટોલોજિસ્ટ) અને લીના ગોખલે (કન્સલ્ટન્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ)એ માહિતી આપી હતી.

LEAVE A REPLY