કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટમાં કોરોના વિસ્ફોટ થયો હતો. આ એપાર્ટમેન્ટમાં રહેતા 103 લોકોના કોરોના રિપોર્ટ મંગળવાર, 16 ફેબ્રુઆરીએ પોઝિટિવ આવ્યા હતા. 6 ફેબ્રુઆરીએ બેંગ્લુરુમાં એસએનએન રાજ લેકવ્યુ એપાર્ટમેન્ટ એક પાર્ટી બાદ આ લોકોને કોરોના સંક્રમણ થયું હોવાનું માનવામાં આવે છે.
એપાર્ટમેન્ટના 435 ફ્લેટમાં 1500 લોકો રહે છે. આ એપાર્ટમેન્ટ સંકુલ બિલેકાહાલ્લીના બોમ્મનહલ્લી ઝોનની સરહદમાં સ્થિત છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે 6 ફેબ્રુઆરીએ પાર્ટીમાં એપાર્ટમેન્ટમાં 45 લોકો એકઠા થયા હતા. અધિકારીએ દાવો કર્યો છે કે મોટાભાગના લોકોમાં કોરોનાનાં લક્ષણો નથી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.
પોઝિટિવ આવેલા લોકોમાં ઘણા યુવાન છે અને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખા એપાર્ટમેન્ટને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. રવિવારે એપાર્ટમેન્ટમાં રહેતા 513 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.