બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાલ અને મંદિરો પર હુમલા બાદ હવે રવિવારે રંગપુર જિલ્લામાં હિન્દુઓના ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના અખબારના કહેવા પ્રમાણે કેટલાક કટ્ટરવાદીઓએ હિન્દુઓના 20 ઘરો સળગાવી દીધા છે. જોકે સ્થાનિક લોકોનુ કહેવું છે કે, 65 ઘરોને આગ લગાવવામાં આવી છે. હિન્દુઓ પરના હુમલાને કારણે એક લઘુમતી જૂથે દેશવ્યાપી ભૂખહડતાલની જાહેરાત કરી હતી, ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિશ્યિયન યુનિટી કાઉન્સિલે 23 ઓક્ટોબરથી ધરણા અને ભૂખહડતાલની જાહેરાત કરી હતી. ઢાકાના શાહબાગ અને ચિત્તાગોંગના અંદરકિલ્લા ખાતે વિરોધી દેખાવો કરશે. એમ રવિવારે મીડિયામાં જણાવાયું હતું.
પોલીસના કહેવા પ્રમાણે આ મામલામાં પણ એક હિન્દુ વ્યક્તિ પર ફેસબૂક પર આપત્તિજનક કોમેન્ટ કરવાનો આરોપ લાગ્યો હતો. એ પછી આ વ્યક્તિને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી પણ કટ્ટરવાદીઓએ આસપાસના ઘરોને આગ ચાંપી દીધી હતી. આરોપીઓ જમાત એ ઈસ્લામી સંગઠન અને તેના વિદ્યાર્થી સંગઠન ઈસ્લામી છાત્ર શિબિર સાથે જોડાયેલા છે.
સોશિયલ મીડિયા પર તેને લગતા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ટોળાને ઘરો સળગાવતા જોઈ શકાય છે. જોકે આ વિડિયો આ જ ઘટનાના હોવાનુ સાબિત થયુ નથી. બીજી તરફ દુર્ગા પૂજા પંડાળો પર હુમલાની ઘટનાઓમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂજા સ્થળો પર હુમલામાં ચાર લોકોના ફાયરિંગમાં મોત થયા છે જ્યારે નોઆખલીમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે.
હિન્દુઓ પરના હુમલાને કારણે એક લઘુમતી જૂથે દેશવ્યાપી ભૂખહડતાલની જાહેરાત કરી હતી, ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિશ્યિયન યુનિટી કાઉન્સિલે 23 ઓક્ટોબરથી ધરણા અને ભૂખહડતાલની જાહેરાત કરી હતી. ઢાકાના શાહબાગ અને ચિત્તાગોંગના અંદરકિલ્લા ખાતે વિરોધી દેખાવો કરશે. એમ રવિવારે મીડિયામાં જણાવાયું હતું. શનિવારે નવેસરથી ચાલુ થયેલી હિંસામાં ઢાકાથી આશરે 175 કિમી દૂરઆવેલા ફેની ખાતે હિન્દુ મંદિરો અને દુકાનોમાં તોડફોડ અને લૂંટ કરવામાં આવી હતી. બાંગ્લાદેશના કેટલાંક વિસ્તારોમાં દુર્ગા પૂજા સ્થળોએ હુમલાના વિરોધમાં દેખાવકારો પર હુમલો થયો હતો. આ તોફાનમાં ફેની મોડલ પોલીસ સ્ટેશનના ઓફિસર ઇન-રાજ્ નિઝામુદ્દીન સહિતના 40 લોકોને ઇજા થઈ હતી. શનિવારની રાત્રે વધારાના પોલીસ દળ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
અહેવાલો મુજબ કેટલાંક કટ્ટરવાદીઓ મુનશીગંજમાં રશુનિયા યુનિયનમાં કાલી મંદિરમાં છ મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. શનિવારે સમગ્ર દેશમાં આ હુમલાની વિરોધમાં પ્રદર્શનો થયો હતા.