ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતની માથાદીઠ જીડીપી બાંગ્લાદેશની માથાદીઠ જીડીપી કરતાં નીચી રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે ભારતના અર્થતંત્રમાં 10.3 ટકાનો તીવ્ર ઘટાડો થવાની શક્યતા હોવાથી આવી સ્થિતિ ઊભી થઈ છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ જણાવ્યું હતું.
આઇએમએફના ગુરુવારે જારી થયેલા વર્લ્ડ ઇકોનોમી આઉટલૂક અહેવાલ મુજબ 31 માર્ચ 2021માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતની માથાદીઠ જીડીપી ઘટીને 1,877 ડોલર થવાનો અંદાજ છે. આની સામે બાંગ્લાદેશની માથાદીઠ આવક વધીને 1,888 ડોલર થવાનો અંદાજ છે.
રિપોર્ટ સાથે હાલના આંકડાઓમાં કહેવામાં આવ્યું છે કે 2020માં ભારતીય અર્થવ્યવસ્થા 1990-91ના સંકટ પછીથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે, જેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકા પછી ભારતના દક્ષિણ એશિયામાં સૌથી ખરાબ અર્થવ્યવસ્થા હોવાની શક્યતા છે.