બાંગ્લાદેશના શાસક પક્ષના સાંસદ અનવારુલ અઝીમ બુધવારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અઝીમ કથિત રીતે 18 મેથી ગુમ થયા હતાં. બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝમાન ખાને ઢાકામાં આ સમાચારની પુષ્ટિ આપી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં ખાને કહ્યું હતું કે કોલકાતામાં સાંસદની હત્યા થઈ છે. આ સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સભ્ય અનવારુલ 12 મેના રોજ તબીબી સારવાર માટે કોલકાતા આવ્યા હતાં. અત્યાર સુધી અમને જાણવા મળ્યું છે કે તમામ હત્યારાઓ બાંગ્લાદેશી છે. આ એક યોજનાપૂર્વકની હત્યા હતી.
કોલકાતા પોલીસના ડેપ્યુટી પોલીસ કમિશનરને ટાંકીને એક બાંગ્લાદેશી અખબારે દાવો કર્યો હતો સાંસદના શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા હતાં. મૃતદેહના ટૂકડા કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવ ગાર્ડનના એક ફ્લેટમાંથી મળી આવ્યા હતાં. કોલકાતા પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે આ ફ્લેટ એક્સાઈઝ ડ્યુટી ઓફિસરનો છે.

LEAVE A REPLY