Ban on thermocols ahead of Durga Puja puts artists in trouble
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દુર્જા પૂજા ઉત્સવના માત્ર ત્રણ મહિના પહેલા કેન્દ્ર સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી પશ્ચિમ બંગાળના કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કલાકારો લાંબા સમયથી આ પ્રોડક્સનો ઉપયોગ કરીને પંડાલની સજાવટ કરે છે અને મૂર્તિઓ શણગારે છે.

કલાકારો માને છે કે જો કેન્દ્ર સરકારે થર્મોકોલથી પર્યાવરણને ખરાબ અસર થાય છે તે અંગેનું જાગૃતિ અભિયાન ચાલુ કર્યું હોત તો તે વધુ સારું હોત. સરકારે કલાકારોને થર્મોકોલનો વિકલ્પ શોધવા માટે સમય પણ આપવાની જરૂર હતી.

કેન્દ્ર સરકારે પહેલી જુલાઈએ પોલિસ્ટીરીન ઉપરાંત પ્લેટ, કપ અને સ્ટ્રો જેવી સિંગલ યુઝ પ્લાસ્ટિક આઇટમના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો.

થર્મોકોલ એક સિન્થેનિટક પોલિમર છે. તેનો ઉપયોગ પ્રોટેક્ટિવ પેકેજિંગ, થર્મલ ઇન્સ્યુલેશન અને વિવિધ આઇટમના ડેકોરેશન માટે થાય છે. જોકે તે બાયોડિગ્રેડેબલ નથી, તેથી પર્યાવરણલક્ષી પણ નથી.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર સનાતન ડિંડાએ કેન્દ્રના પગલાંને આવકાર્યું છે, પરંતુ જણાવ્યું હતું કે શિલ્પકારોને પરિવર્તન માટે થોડો સમય આપવો જોઇતો હતો. મોટાભાગના લોકો થર્મોકોલ આધારિત ડેકોરેશન કરે છે. તેમને પ્રથમ તાલિમ આપવી જોઇતી અને પછી પ્રતિબંધ મૂકવો જોઇતો હતો. હું ભૂતકાળમાં થર્મોકોલનો ઉપયોગ કરતો હતો, પરંતુ લાંબા સમયથી તેનો ઉપયોગ કરતો નથી હું આયર્ન, પેપર, વિવિધ પ્રકારની માટી અને ફાઇબરગ્લાસનો ઉપયોગ કરુ છું.

LEAVE A REPLY