પાકિસ્તાને મંગળવારે ‘ઈસ્લામિક ઓળખના ધોવાણ‘ને રોકવા માટે હિન્દુ તહેવાર હોળીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. ઈસ્લામાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને તહેવારની ઉજવણી કરતા દર્શાવતો વીડિયો વાયરલ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશના હાયર એજ્યુકેશન કમિશને “ઇસ્લામના સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોને જાળવી રાખવા” યુવાનોના પરિવર્તનમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs)ની ‘ભૂમિકા‘ પર ભાર મુકતું નોટિફિકેશન જારી કર્યું હતું.
પાકિસ્તાનમાં લઘુમતીઓની ઉત્પીડનનો આ એક વધુ મામલો છે. પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખ લઘુમતીમાં છે. અહીં અનેકવાર તેમને પ્રતાડિત કરાય છે. રીપોર્ટ અનુસાર પાકિસ્તાનના કમિશનને તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં હોળી ઉજવણી પર પ્રતિબંધ મૂકતાં જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓ દેશના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી સંપૂર્ણપણે અલગ છે. હોળી દેશની ઈસ્લામિક ઓળખ વિરુદ્ધ છે.
કમિશને નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ‘હોળી‘ની ઉજવણી જેવી ઘટનાઓ જોવી તે “દુઃખદ” છે, જે દર્શાવે છે કે દેશના સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોનો સંપૂર્ણ વિચ્છેદ છે તથા તે દેશની ઇસ્લામિક ઓળખનું ધોવાણ છે. આવો જ એક દાખલો જે ચિંતાનું કારણ બને છે તે હિંદુ તહેવાર હોળીની ઉજવણીમાં પ્રદર્શિત કરવામાં આવેલ ઉત્સાહ હતો… વ્યાપકપણે પ્રસિદ્ધ થયેલી ઘટનાએ ચિંતાનું કારણ બન્યું છે અને દેશની છબીને પ્રતિકૂળ અસર કરી છે.