ગાર્ડિયન સાથે શેર કરાયેલા આ અભ્યાસમાં જણાયું હતું કે ‘’લગભગ બે તૃતીયાંશ લોકો વિચારે છે કે બ્રિટીશ સમાજમાં જાતિવાદ “ઉચિત માત્રા”માં છે. પણ જવાબ આપનારા શ્યામ લોકો આ અંગે શ્વેત લોકોની સરખામણીએ ડબલ મત ધરાવે છે અને માને છે કે સમસ્યા ખૂબ વ્યાપક છે. મોટાભાગના લોકોને તેમના જીવનકાળમાં આ ભેદભાવ દૂર થશે તેની કોઈ પ્રગતિ જોતા નથી ઉલટાનું માને છે કે તે વધશે.
જ્યારે તેમના અંગત અનુભવો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં શ્યામ, એશિયન અને અન્ય લઘુમતી-વંશીય લોકોએ શાબ્દિક અને શારિરીક – રેસીઝમની દુર્વ્યવહારની ઘટનાઓ નોંધાવી હતી જેમાં ઘણા લોકો નિયમિતપણે હુમલાઓનો અનુભવ કરતા હોય છે. મુસ્લિમ પુરુષો અને મહિલાઓને સૌથી વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે, ત્યારબાદ શ્યામ પુરુષો અને સ્ત્રીઓ આવે છે.
કુલ મળીને, 55% વંશીય લઘુમતીના લોકોએ જણાવ્યું હતું કે ‘’જાતિવાદ સમાન રહ્યો હતો અથવા તેમના જીવનકાળ દરમિયાન તે ખરાબ રહ્યો હતો. જ્યારે 29% લોકોએ જણાવ્યું હતું કે તેમાં ઘટાડો થયો છે. શ્યામ લોકોના 34% માને છે કે બ્રિટનમાં જાતિવાદ વધુ બગડ્યો છે અને 30% લોકોને કોઈ પરિવર્તન જોવા મળ્યું નહતું.
થિંકટેન્ક બ્રિટીશ ફ્યુચર ચલાવતા અને બ્રિટીશ સમાજમાં જાતિવાદના નિષ્ણાત સુંદર કટવાલાએ બ્લેક લાઇવ્સ મેટરના વિશ્વભરમાં વિરોધ પ્રદર્શનના અઠવાડિયા પછી જણાવ્યું હતું કે ‘’વસ્તુઓ સારી થઈ રહી છે, પરંતુ લોકો ઝડપથી પ્રગતિ જોવા માગે છે. તે સ્પષ્ટ છે કે એક સદીના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રેસમાં નોંધપાત્ર સામાજિક પરિવર્તન આવ્યા છે. પરંતુ અપેક્ષાઓ ખૂબ ઝડપથી વધી રહી છે.”