એક્સક્લુસીવ
- બાર્ની ચૌધરી દ્વારા
સરકાર બીજા રેસ કમિશનની રચના કરી ચૂકી છે ત્યારે ભૂતપૂર્વ પ્રોસિક્યુટર્સ, જજીસ અને સાંસદોએ સરકારને અસમાનતા પર ‘પકડ’ મેળવવા આગ્રહ કરી ચેતવણી આપી છે કે અગાઉની રેસ ઇન્કવાયરીની સેંકડો ભલામણોને જો ધ્યાનમાં લેવામાં નહિં આવે તો સ્ટ્રક્ચરલ રેસીઝમ અને અસમાનતામાં વધુ એક પેઢી હોમાઇ જશે. બ્લેક અને એશિયન લોકો માટે ટોચની નોકરીઓ બંધ હોય ત્યાં એક ‘ક્લબ કલ્ચર’ અસ્તિત્વમાં આવેલું છે.
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ચિફ પ્રોસિક્યુટર નઝીર અફઝલે કહ્યું હતું કે ‘’શ્યામ, એશિયન, લઘુમતી વંશીય (BAME) લોકો વરિષ્ઠ હોદ્દા પર પહોંચે છે ત્યારે પણ તેમની પાસે જવાબદારીઓ હોય છે, પરંતુ જાતિવાદ અથવા અસમાનતાની સંસ્કૃતિને બદલવાની શક્તિ હોતી નથી. મારી ભૂમિકા ખરેખર જવાબદારી ધરાવતી હતી પરંતુ મારી પાસે કોઇ પાવર ન હતા. તે પબ્લિક પ્રોસિક્યુશનના નિયામકના હાથમાં હોય છે. વિવિધ સંસ્થાઓ જે દેખાય છે તેમ હોતી નથી. ખરેખર મુખ્ય પ્રવાહના શ્વેત લોકોના હાથમાં સત્તા હોય છે.”
બ્રિટનના મિનીસ્ટ્રી ઓફ જસ્ટીસમાં પૂર્વ પર્મેનન્ટ સેક્રેટરી અને યુરોપિયન બેંક ફોર રિસ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ સર સુમા ચક્રવર્તીએ કહ્યું હતું કે “વંશીય લઘુમતીનું પ્રતિનિધિત્વ એ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે ઘણી વંશીય લઘુમતીઓ પાસે એટલી શક્તિ હોતી નથી અને આપણે તે જ સમાજમાં રહીએ છીએ. તે સ્પષ્ટ રીતે બદલાઇ રહ્યું છે. પરંતુ આપણે ખરેખર વધુને વધુ શ્યામ અને લઘુમતી વંશીય લોકોને સંગઠનોની ટોચ પર અને બોર્ડમાં આવતાં જોઇશું તે પહેલાં ઓછામાં ઓછી બીજી પેઢી જતી રહેશે. તેનો અર્થ એ નથી કે આપણે ફક્ત રાહ જ જોવી જોઈએ.”
બ્લેક લાઇવ્સ મેટરને પગલે બ્રિટિશ સંસ્થાઓમાં જાતિવાદને ખતમ કરવા તાકીદે પગલા લેવા માટે શ્યામ અને એશિયન પ્રચારકોએ ચાર અઠવાડિયા ગાળ્યા છે. ‘’વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમોએ હવે BAME કામદારો પ્રત્યેના તેમના “બેભાન પક્ષપાત” ની સમીક્ષા કરવાની અને વિવિધતાના આંકડાઓની તપાસ કરવાની જરૂર છે. સરકારે અંદરથી આ બાબતે વધુ પકડ લેવાની જરૂર છે. મને લાગે છે કે છેલ્લા 10 વર્ષમાં જોયું છે કે લેબર દ્વારા કરવામાં આવેલા વિકાસનું ધોવાણ કરાયું છે.” તેમ શેડો ઑમ્પલોયમેન્ટ મિનીસ્ટર અને ફેલ્ધામ અને હેસ્ટનના લેબર સાંસદ સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું.
આ અઠવાડિયે શક્તિશાળી હોદ્દાઓ પર વિવિધતા માટે 3,500થી વધુ કલાકારો, પત્રકારો, ટેલિવિઝન અને ફિલ્મના અધિકારીઓએ ઉદ્યોગમાં પરિવર્તનની માંગ સાથે એક પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે “એક વિસ્તૃત સમુદાય તરીકે, આપણા ઉદ્યોગમાં, યુકેમાં અને સમગ્ર વિશ્વમાં માળખાકીય અને પ્રણાલીગત જાતિવાદને નિવારવા માટે અમને તમારા સક્રિય જોડાણની જરૂર છે. તે લઘુમતી સાંસદોએ કરેલી બાબતોને કવરેજ આપતા નથી. મીડિયા મોનિટરિંગ અને કવરેજ થવું જ જોઈએ. વરિષ્ઠ પત્રકારો સાથે લઘુમતીના લોકોનું જોડાણ હોવું જોઇએ.”
ગયા અઠવાડિયે સરકારે યુકેમાં માળખાકીય જાતિવાદની તપાસ માટે નંબર 10ના ખાસ સલાહકાર મુનીરા મિર્ઝાના નેતૃત્વમાં એક નવું કમિશન બનાવ્યું હતું. પરંતુ BAME ના વકીલો અને ન્યાયાધીશોએ આ અખબારને કહ્યું હતું કે બ્રિટનને બીજી રેસ તપાસની જરૂર નહીં પણ અગાઉની સમીક્ષાઓની 200થી વધુ ભલામણોનો અમલ કરવાની જરૂર છે.
એક સૂત્રએ કહ્યું હતું કે “કામના સ્થળે ફક્ત સાત ટકા BAME લોકો સેવા આપે છે. અહેવાલમાં અનેક ભલામણો કરવામાં આવી છે પણ હવે વધુ પૂછપરછ કરવાની નહિં પણ કામ કરવાની જરૂર છે.”
અફઝલે જણાવ્યું હતું કે ‘’2017થી કન્ઝર્વેટિવ સરકારે વંશીય અસમાનતાઓ અંગે ઓછામાં ઓછા ત્રણ અહેવાલો પ્રકાશિત કર્યા છે. અમલમાં ગતિ જરૂરી છે. જો આપણે બીજી સમીક્ષાની રાહ જોતા રહીશું તો આપણે બીજી પેઢી ગુમાવીશું. પૂછપરછ અને અહેવાલોનો બીજો સમૂહ અને જીવન ગુમાવીશું. આ પ્રકારના પ્રશ્નોના સમાધાનમાં વર્ષોનો સમય લાગશે.”
અફઝલે કહ્યું હતું કે “જ્યારે હું 2015માં ગયો ત્યારે દેશના અડધા કરતા વધારે ચિફ ક્રાઉન પ્રોસિક્યુટર્સ શ્યામ અને લઘુમતી વંશીય હતા, 13માંથી છ જેટલા. તેની સરખામણી 43 ચીફ કોન્સ્ટેબલ્સમાંથી કે 200 લોકોના પેરોલ બોર્ડમાં કોઇ સભ્ય BAME નથી. ઉચ્ચ ન્યાયતંત્ર, ઉચ્ચ મેજિસ્ટ્રસી અને પ્રોબેશનના સિનિયર મેનેજમેન્ટમાં ખૂબ ઓછા લોકો છે.’’
1990ના દાયકાની શરૂઆતમાં જ્યારે તેઓ સી.પી.એસ.માં જોડાયા ત્યારે અફઝલને ‘ફિટ થવા એટલે કે શુક્રવારે સાંજે પબમાં જવા સલાહ અપાઇ હતી. મુસ્લિમ હોવાથી દારૂ પીતા ન હોવા છતાં પ્રમોશનની તકો વિશે માહિતી મળશે તે લાલચે તેઓ ગયા હતા.
મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘’આજે બ્રિટીશ સમાજમાં પ્રણાલીગત જાતિવાદની સમસ્યાઓ પ્રવર્તે છે.” સમીક્ષાને આવકાર આપતાં ચક્રવર્તીએ તેને એક તક માનતા હોવાનું જણાવ્યું હતું.