તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ બ્રિટનના 65% માઇનોરીટી અથનીક લોકો માને છે કે પોલીસ અને ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમ તેમની સામે પક્ષપાતી વલણ ધરાવે છે. સર્વેમાં બ્લેક લાઇવ્સ મેટરના વિરોધ પ્રદર્શનને પણ જબરજસ્ત સમર્થન મળ્યું હતું. તાજેતરના મહિનાઓમાં બ્રિટનમાં વંશીય અન્યાય સામે થયેલા વિરોધ પ્રદર્શનો પછી, ‘હોપ નોટ હેટ’ નામની સખાવતી સંસ્થાએ કરેલા સર્વેમાં આ વિગતો બહાર આવી હતી.
દસમાંથી 8 શ્યામ કે બાંગ્લાદેશી લોકોને લાગે છે કે “મારી પૃષ્ઠભૂમિના અને વંશીય જૂથના લોકો સામે પોલીસ પક્ષપાતી છે.” જ્યારે દર 10માંથી ચાર લઘુમતી વંશીય લોકો છેલ્લા 12 મહિનામાં વંશીય હિંસા અથવા દુર્વ્યવહારના સાક્ષી બન્યા છે. 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટી માટે કામ કરનારા પોલસ્ટર ફોકલડેટાએ આ સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
આઇટીવી માટે ગયા મહિને કરાયેલા સર્વેમાં પોલિસીંગમાં રેસીઝમનું કલ્ચર હોવાનું 59 ટકા લોકોએ અને 77% ટકા શ્યામ લોકે જણાવ્યું હતું.