એક્સક્લુસીવ
બાર્ની ચૌધરી દ્વારા
જેમના માથે ન્યાય અપાવવાની અને કાયદાની રક્ષા કરવાની જવાબદારી છે તેવા શક્તિહિન જજીસ જ રેસીઝમનો ભોગ બનેલા છે. સાઉથ એશિયન મૂળના જજીસે “રેસીઝમની સંસ્કૃતિ, ભય અને બુલીઇંગ” પર પ્રકાશ પાડ્યો છે, અને જ્યાં ક્લબનો ભાગ ન ગણાય તેવું બોલે અથવા કંઇક કરે તો તેમને બદલાનો સામનો કરવો પડે છે.” છ અઠવાડિયાની તપાસ બાદ ગરવી ગુજરાતને એકદમ સ્પષ્ટપણે લાગ્યું છે કે કેટલાક ન્યાયાધીશો માને છે કે ન્યાયતંત્રમાં પ્રણાલીગત, માળખાગત અને સંસ્થાકીય જાતિવાદ અસ્તિત્વમાં છે. આજે પણ તમે જજીસના રૂમ કે ડિનર હૉલમાં જાઓ તો તેઓ તમે જાણે કે ખરેખર વેઈટર છો તે રીતે જોવાય છે. આ સંપૂર્ણપણે જાતિવાદી અથવા પૂર્વગ્રહયુક્ત છે.
એક ન્યાયાધીશે સમજાવ્યું હતું કે આત્મહત્યા અંગે વિચારણા કર્યા પછી તેમને એન્ટી-ડીપ્રેસન્ટ દવાઓ આપવામાં આવી હતી કારણ કે રેસીસ્ટ બુલીઇંગ બહુ જ ખરાબ હતુ. તેમણે કહ્યું હતું કે “જેમણે મારી સાથે કામ કર્યું હતું તેઓ મારી વિરુદ્ધમાં વાતો કરતા હતા અને તેઓ કોર્ટ સ્ટાફને મારી વિરુદ્ધ કરતા હતા. જ્યારે મેં તે અંગે શ્વેત મુખ્ય ન્યાયાધીશ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હું તમારી વાતને માનતો નથી’. જો મેં ઔપચારિક ફરિયાદ કરી હોત તો મને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હોત. હું ખરેખર ધાર પર હતો, હૃદય ભાંગી ગયુ હતુ, તે એટલું ભયાનક હતું કે મને આત્મહત્યાના વિચારો આવ્યા હતા.”
ફોજદારી ન્યાય પ્રણાલીમાં BAME લોકો સાથેના વ્યવહાર અંગે સમીક્ષા કરનાર લેબરના શેડો જસ્ટીસ સેક્રેટરી ડેવિડ લેમ્મીએ આ અહેવાલમાં કરવામાં આવેલા આરોપોનો જવાબ ન આપી શકાય તો સ્વતંત્ર તપાસની માંગ કરી છે. લેમ્મીએ કહ્યું હતું કે “આ અહેવાલે ન્યાયતંત્રના બ્લેક, એશિયન અને લઘુમતી એથનિક સભ્યો સાથે થતા વ્યવહાર અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જો આ આરોપોનો જવાબ આપી શકાય નહીં, તો તે માળખાકીય સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે કે કેમ તેની સ્વતંત્ર તપાસ હોવી જ જોઇએ.’’
ભૂતપૂર્વ શેડો ઇન્ટરનેશલ ટ્રેડ સેક્રેટરી અને બ્રેન્ટ નોર્થના લેબર સાંસદ, બેરી ગાર્ડિનરે સંસદમાં પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં ન્યાયતંત્રમાં જાતિવાદ અને પજવણીની સ્વતંત્ર તપાસ કરવાની હાકલ કરવામાં આવી હતી. બેરી ગાર્ડીનરે જસ્ટીસ સેક્રેટરીને બે લેખિત પ્રશ્નો પૂછ્યા છે કે બોર્ડ કે કાઉન્સિલમાં કેમ BAME સભ્યો નથી? સરકારે આ પ્રશ્નોનો જવાબ ઓછામાં ઓછા ત્રણ દિવસ પછી આપવા પડશે. ગાર્ડીનરે પણ ન્યાયતંત્રમાં જાતિવાદ અને પજવણીની સ્વતંત્ર તપાસ માટે હાકલ કરી હતી.
લેસ્ટરના સાંસદ અને જાતિવાદ વિરોધી ઝુંબેશકર્તા, ક્લાઉડિયા વેબ્બે, ગરવી ગુજરાત સાથે વાત કરતા ન્યાયાધીશોના અનુભવોને “અપમાનજનક, અસ્વીકાર્ય અને અસહ્ય ગણાવ્યા હતા. જો આપણા પોતાના ન્યાયાધીશો પોતે આવી અસમાનતા અનુભવી રહ્યા હોય, તો તે ન્યાય મેળવવા અને જાતિવાદ માટેના નિવારણની શોધમાં બીજાને વિશ્વાસ આપી શકે નહીં.”
એક BAME ન્યાયાધીશે સમજાવ્યું હતું કે “તેઓ દરેક બાબતે તમારી પાછળ પડે છે અને તેઓ તે બાબતો બનાવે છે. મને એક વરિષ્ઠ જજ સાથેની મીટિંગમાં બોલાવવામાં આવ્યો હતો અને મેં ઉલ્લંઘન કર્યુ હોય તેની સૂચિ રજૂ કરી તે ખૂબ ગંભીર છે તેમ કહ્યું હતું. હું ખૂબ નારાજ હતો, પણ હું રડીને તેમને આનંદ આપવા માંગતો નહોતો.”
પોતાની સાથેના દુર્વ્યવહારનો પર્દાફાશ કરનાર જજે જણાવ્યું હતું કે ‘’તેઓ પોતાની લાગણીઓને અથવા અનુભવોને સત્તાવાર રીતે જાહેર કરી શકતા નથી. કારણ કે તેમણે અન્ય અશ્વેત સાથીઓને અનૌપચારિક ફરિયાદ કર્યા પછી આઇસલેટ અને બુલી થતા જોયા છે.’’ આ ન્યાયાધીશોના જણાવ્યા મુજબ આજનુ રેસીઝમ વધુ ગુપ્ત છે.
એક જજે કહ્યું હતું કે “ન્યાયાધીશો ખરેખર મોં ખોલતા પહેલા વિચારતા હોય છે કે તેમની ટિપ્પણીને જાતિવાદી ગણાવી શકાશે. પરંતુ તે ફક્ત તમારી હાજરીમાં જ. પણ જ્યારે તમે ઓરડાની બહાર હો ત્યારે ભગવાન જાણે કે ત્યાં શું થાય છે અથવા શું કહેવામાં આવે છે.”
2019ના આંકડા અનુસાર 7.4 ટકા ન્યાયાધીશો અશ્વેત હતા. માત્ર 100 એશિયન છે, અને ન્યાયતંત્ર 441 એટલે કે 14 ટકાની વંશીયતા જાણતુ નથી.
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ચિફ પ્રોસિક્યુટર નઝીર અફઝલે કહ્યું હતું કે ‘’સંસદને જાતિવાદ અને ગુંડાગીરીના ગંભીર આરોપોની તપાસ કરવાની જરૂર છે. તમારી માહિતી એકદમ સાચી છે. જે લોકોએ તમારી સાથે વાત કરી છે તેમના અનુભવો આશ્ચર્યજનક નથી.”
પરંતુ રેસીઝમ અને બુલીઇંગ સામે લડવામાં એક પડકાર એ છે કે ન્યાયતંત્ર સરકાર અને સંસદથી સ્વતંત્ર છે. લોર્ડ ચીફ જસ્ટિસ પાસે જ્યુડીશીયલ એક્ઝીક્યુટીવ બોર્ડ છે જે ન્યાયિક દિશા પૂરી પાડવામાં મદદ કરે છે અને જજીસ કાઉન્સિલ (જેસી) ન્યાયતંત્રના તમામ સ્તરોનુ પ્રતિનિધિત્વ કરે છે. ઇંગ્લેંડ અને વેલ્સમાં પણ ન્યાયિક આચાર તપાસ કચેરી (જેસીઆઈઓ) હોય છે.
જ્યારે અમે ન્યાયતંત્રને જાતિવાદ, ગુંડાગીરી અને સતામણીની સંસ્કૃતિના દાવાનો જવાબ આપવા કહ્યું ત્યારે ગરવી ગુજરાતને એક પ્રવક્તાએ કહ્યું હતું કે “અસ્પષ્ટ ચિંતાઓનો જવાબ આપવો શક્ય નથી પરંતુ ન્યાયાધીશો દ્વારા કરાતી ફરિયાદો માટે યોગ્ય પ્રક્રિયાઓ ઉપસ્થિત છે. અન્ય ન્યાયાધીશો અને કર્મચારીઓની વિરુદ્ધ કરાતી ફરિયાદો અંગે જ્યુડીશીયલ કન્ડક્ટ ઇન્વેસ્ટીગેશન ઓફિસ ઔપચારિક ફરિયાદો હલ કરવા માટે છે. જો ન્યાયાધીશોએ જાતિવાદ, ઉત્પીડન, સતામણી અથવા સાથીદારો અથવા બીજા કોઈના બુલીઇંગનો સામનો કર્યો હોય તો ઇન્ડીપેન્ડન્ટ ઇન્વેસ્ટીગેશનની જોગવાઈ છે. તમે કોઈ પુરાવા વગર આરોપો મોકલ્યા હોવાથી અમે આ સવાલનો જવાબ આપી શકતા નથી.’’
ગરવી ગુજરાતે પુરાવા જસ્ટીસ સીલેક્ટ કમિટીના અધ્યક્ષ, સર રોબર્ટ નીલને મોકલ્યા છે અને અમે પૂછ્યું છે કે શું તેમના સાથીદારો અને તેઓ ન્યાયતંત્રમાં સાંસ્કૃતિક, પ્રણાલીગત, માળખાકીય અને સંસ્થાકીય જાતિવાદના આરોપોની તપાસ કરશે ખરા?
અમને સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે BAME ના એક ન્યાયાધીશ મિનીસેટ્રી ઓફ જસ્ટીસ વિરુદ્ધ રેસીઝમ અંગે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. પણ એમઓજેએ કહ્યું કે તેની પાસે ચાલુ કાર્યવાહીની કોઈ નોંધ નથી.