કોરોનાવાયરસ લઘુમતીઓને કઇ રીતે અસર કરે છે તેની તપાસ કરીશુ : NHS

0
539

યુકેમાં કોવિડ-19 માં મૃત્યુ પામેલા પ્રથમ દસ ડોકટરો શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) સમુદાયોના હોવાના અને બ્રિટીશ મેડિકલ એસોસિએશને (બીએમએ) BAME સમુદાયોના લોકો કોરોનાવાયરસથી અપ્રમાણસર રીતે અસર પામ્યા હોવાથી તપાસ માટે હાકલ કર્યા બાદ એનએચએસ ઇંગ્લેંડ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ તપાસ શરૂ કરનાર છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આઇટીવી ન્યૂઝને જણાવ્યુ હતુ કે મોઇનોરીટીના લોકોના મોત થાય છે તે બાબત સમજવી “ખરેખર મહત્વની” છે. એનએચએસમાં કામ કરતા અને મરી ગયેલા લોકોમાં લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના લોકોનું પ્રમાણ ખૂબ વધારે છે અને તે ખરેખર મને ચિંતા કરે છે. અહીં જન્મેલા અને અહીં સ્થળાંતર કરીને આવેલા સમુદાયના લોકોના કાર્યોને હું બિરદાવુ છું.’’

શેડો ઇક્વાલીટી સેક્રેટરી માર્શા ડી કોર્ડોવાએ કોવિડ-19ની BAME સમુદાયો પર થતી અસર અંગેની સમીક્ષાનું સ્વાગત કરતા કહ્યું હતું કે ‘’તે સ્પષ્ટ નથી કે તે તપાસ સ્વતંત્ર હશે કે નહીં, તેના તારણ ક્યારે આવશે અને તેનુ વડપણ કોણ કરશે.”

મોતને ભેટેલા BAME તબીબો

  • લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ કરતી વખતે મરણ પામેલા તબીબોમાં સફોકના રેયડનમાં રહેતા અને સીરિયામાં જન્મેલા 72 વર્ષીય ડો. ફૈયાઝ આયાચેનુ બાયલેટરલ ન્યુમોનિયા અને કોરોનાવાયરસના કારણે ઇપ્સવિચ હોસ્પિટલમાં છ દિવસ પછી મોત નીપજ્યું હતું.
  • 53 વર્ષના ડૉ. અબ્દુલ મબુદ ચૌધરી વાયરસ સામેની 15 દિવસની લડત પછી હોસ્પિટલમાં મરણ પામ્યા હતા. બાંગ્લાદેશમાં જન્મેલા ડો. ચૌધરીએ ‘યુકેમાં દરેક એનએચએસ કાર્યકર માટે પી.પી.ઈ. ઉપલબ્ધ છે’ તેની ખાતરી કરવા વડાપ્રધાનને પત્ર લખી તાકીદ કરી હતી.
  • ડૉ. અમજદ અલ-હવરાણી ફ્રન્ટ લાઇન હૉસ્પિટલના મોતને ભેટેલા યુ.કે.ના પ્રથમ ડોક્ટર હતા.
  • મૂળ નાઇજિરીયાના 68 વર્ષીય ‘ઉત્સાહી’ ફીજીશ્યન ડૉ. અલ્ફા સાદુનુ 31 માર્ચના રોજ બે અઠવાડિયા સુધી વાયરસ સામે લડ્યા પછી મૃત્યુ થયુ હતું. હર્ટફર્ડશાયરના વેલીન ગાર્ડન સિટીની ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ હોસ્પિટલમાં કામ કરતા ડો. સાદુ રોગચાળા સામે લડવા નિવૃત્તિમાંથી બહાર આવ્યા હતા.
  • કન્સલ્ટન્ટ ગેરીએટ્રિશિયન ડો. એન્ટોન સેબેસ્ટિયનપિલ્લઇનું શનિવારે સાઉથ વેસ્ટ લંડનની કિંગ્સ્ટન હોસ્પિટલમાં અવસાન થયું હતુ. તેમને 31 માર્ચના રોજ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ રોગચાળામાં મદદ કરવા નિવૃત્તિમાંથી બહાર આવ્યા હતા.