યુકેમાં કોરોનાવાયરસના કારણે BAME લોકો સૌથી વઘુ સંખ્યામાં મોતને ભેટ્યા છે અને હવે તેના પૂરાવા તરીકે સત્તાવાર આંકડા પણ પ્રસિધ્ધ થયા છે.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પ્રકાશિત આંકડા મુજબ દેશના સૌથી વંચિત ભાગોમાં 100,000 લોકો દીઠ 55 લોકોના કોરોનાવાયરસથી મૃત્યુ થયા હતા. ઇન્ટરેક્ટિવ મેપના રિપોર્ટ અનુસાર શ્રીમંત વિસ્તારોમાં આ દર ફક્ત 25નો જ હતો. લંડન બરો ઓફ ન્યુહામ, બ્રેન્ટ અને હેકની આખા દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો હતા, જેમાં 100,000ની વસ્તી દીઠ અનુક્રમે 144, 142 અને 127 લોકો ભોગ બન્યા હતા. હેસ્ટિંગ્સ અને નોરીચમાં સૌથી ઓછો મૃત્યુ દર 100,000 દીઠ અનુક્રમે છ અને પાંચ મૃત્યુનો હતો.
ન્યુહામમાં 71 ટકા અને બ્રેન્ટમાં 64 ટકા લોકો વંશીય લઘુમતીના છે. જ્યારે હેસ્ટિંગ્સ અને નોરીચમાં બહુમતી શ્વેત લોકોની છે, જ્યાં અનુક્રમે માત્ર 9 અને 6 ટકા લઘુમતી પૃષ્ઠભૂમિના લોકો વસે છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ (આઈએફએસ)ના એક અલગ અહેવાલ મુજબ શ્યામ અને એશિયન
કોવિડ-19ના કારણે સૌથી વધુ મૃત્યુ દર ધરાવતા દસ ક્ષેત્ર (100,000 લોકો દીઠ)
ક્રમ | વિસ્તાર | મૃત્યુ દર (વ્યક્તિ) | BAME વસ્તી |
1. | ન્યુહામ | 144.3 | 71% |
2. | બ્રેન્ટ | 141.5 | 63.7% |
3. | હેકની | 127.4 | 45.5% |
4. | ટાવર હેમ્લેટ્સ | 122.9 | 54.9% |
5. | હેરીંગે | 119.3 | 39.6% |
6. | હેરો | 114.7 | 57.8% |
7. | સધર્ક | 108.1 | 45.9% |
8. | લુઇશામ | 106.4 | 46.5% |
9. | લેમ્બેથ | 104.3 | 43% |
10. | ઇલિંગ | 103.2 | 51.1% |
સૌથી નીચો કોવિડ-19 મૃત્યુ દર ધરાવતા ક્ષેત્ર (100,000 લોકો દીઠ)
ક્રમ | વિસ્તાર | મૃત્યુ દર (વ્યક્તિ) | BAME વસ્તી |
1. | નોરીચ | 4.9 | 9.3% |
2. | હેસ્ટિંગ્સ | 6.3 | 6.4% |
3. | ગ્રિમ્સ્બી | 8 | 2.6% |
4. | સ્ટોકટોન-ઓન-ટીઝ | 8.9 | 5.5% |
5. | સ્કંથોર્પ | 10.5 | 4.1% |
6. | પ્લેમથ | 10.6 | 3.9% |
7. | વેસ્ટન-સુપર-મેર | 11 | 5.5% |
8. | લિંકન | 11.3 | 3.4% |
9. | વર્ધીંગ | 12.1 | 6.3% |
10. | બોર્નમથ | 13.2 |