પ્રતિક તસવીર

આંકડા બતાવે છે કે યુકે પોલીસ ફોર્સ અશ્વેત અને ખાસ કરીને શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) પૃષ્ઠભૂમિના 11થી 17 વર્ષની વયના બાળકો પર ઇલેકટ્રીક કરંટનો આંચકો આપતી સ્ટન ગન કે ટેઝરનો ઉપયોગ કરે તેવી સંભાવનાઓ ત્રણ ગણી હોય છે.

પોલીસ અધિકારીઓને આવા હથિયારોથી વધતી જતી સંખ્યામાં સજ્જ કરવામાં વત હોવાથી આમ થઇ રહ્યું છે તેમ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટના પ્રતિસાદમાં જણાવાયું છે. 2018ની તુલનાએ ગયા વર્ષે 2019માં 61% વધુ બાળકોએ તેનો સામનો કર્યો હતો. જ્યારે 2020ના આંકડા દર્શાવે છે કે તેમાં સતત વધારો થતો રહ્યો છે.

2020ના મે માસના અંત સુધીના ડેટા મુજબ 271 BAME સામે 295 શ્વેત બાળકો સામે ટેઝર વાપરવામાં આવી હતી. પરંતુ દેશમાં શ્વેતની સામે BAME બાળકોની વસ્તી ઓછી છે.