ગ્રેટર માન્ચેસ્ટરના શ્યામ અને એશિયન બિઝનેસ લીડર્સ જેનો સામનો કરી રહ્યા છે તે અવરોધોને દૂર કરવાથી ઉત્પાદકતામાં વધારો કરવામાં અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપવામાં સફળતા મળશે એમ 11 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા નિષ્ણાત સંશોધન એજન્સી ધ બ્લેક યુનાઈટેડ રિપ્રેઝન્ટેશન નેટવર્કના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
અશ્વેત અને એશિયન લોકોની આગેવાની હેઠળના 20 બિઝનેસીસે એથનિક માઇનોરીટી બિઝનેસીસ (EMB) ના પરિપ્રેક્ષ્યની સૂચિત ભલામણો સાથે ‘બેરિયર્સ ટુ ઈન્ક્લુઝન રિસર્ચ’ રિપોર્ટને જાણ કરી છે. વૃદ્ધિ માટેની મુખ્ય ભલામણોમાં કસ્ટમાઇઝ્ડ સપોર્ટ, વિવિધ ફાઉન્ડર્સ નેટવર્ક અને ઇન્વેસ્ટમેન્ટ ફંડનો સમાવેશ થાય છે. જો આ અહેવાલની ભલામણોનો અમલ કરવામાં આવશે તો ગ્રેટર માન્ચેસ્ટરની £3.8 બિલિયનની પ્રોડક્ટીવીટી ગેપને બંધ કરવામાં મદદ મળી શકે છે.
BURN નું આ સંશોધન, વિશ્લેષણ અને ભલામણો 20 શ્યામ અને એશિયન આગેવાનીવાળા બિઝનેસીસના નિખાલસ ઇન્ટરવ્યુ અને આંતરદૃષ્ટિ દર્શાવે છે.