પાકિસ્તાનના દક્ષિણપશ્ચિમ પ્રાંત બલુચિસ્તાનમાં અર્ધલશ્કરી દળોના રક્ષણ હેઠળના ઓઇલ એન્ડ ગેસ કર્મચારીઓના કાફલા પર ગુરુવારે થયેલા હુમલો થતાં સાત સૈનિકો સહિત કુલ 15નાં મોત થયા હતા, એમ ગુપ્તચર સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું.
આ હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે લીધી હતી. આ હુમલામાં પાકિસ્તાનની ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપનીના સાત કર્મચારીના મોત થયા હતા. આ ઉપરાંત પાકિસ્તાનના ફ્રન્ટિયર કોર્પના આઠ સભ્યોના પણ મોત થયો હતો. આ જવાનો આ કાફલાનું રક્ષણ કરી રહ્યા હતા. પાકિસ્તાનના લશ્કર તથા સંસ્થા આઇએસઆઇએ આ હુમલાના અહેવાલને પુષ્ટી આપી હતી. જો કે પાકિસ્તાની લશ્કરના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે આતંકવાદીઓની પણ સારી એવી ખુવારી થઇ હતી.
અધિકારીએ જણાવ્યું છે કે આ હુમલો પૂર્વયોજિત હતું અને આતંકવાદીઓને પહેલેથી જ જાણકારી હતી કે કાફલો કરાચી જઈ રહ્યો છે. અધિકારીએ જણાવ્યું છે કે આતંકીઓ કાફલાની રાહ જોઈને બેઠા હતા. સુરક્ષા દળોએ પોતાના જીવન જોખમે કંપનીના કાફલાને ઓરમારા પાસે સુરક્ષિત લઇ ગયા હતા.