(Photo by ROBERTO SCHMIDT/AFP via Getty Images)

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં ગત મંગળવારે એક કન્ટેનર શીપ નદી ઉપરના મહાકાય બ્રિજ સાથે અથડાવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ તથા એ સમયે તેના પરથી પસાર થઈ રહેલા કેટલાક વાહનો પણ નદીમાં ખાબક્યા હતાં.

ક્રુના સભ્યોએ ખૂબજ ઝડપથી સમયસૂચકતા દર્શાવી જહાજમાં યાંત્રિક ખામીનો સંદેશો સ્થાનિક સત્તાવાળાઓને આપી દીધો અને મોટી જાનહાનિ નિવારી શકાઈ તે અંગે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેન અને મેરિલેન્ડના ગવર્નર મેસ મૂરે ગયા સપ્તાહે સોમવારે મોડી રાત્રે જ, દુર્ઘટના બન્યાના થોડા કલાકોમાં ક્રુના સભ્યોની સમયસૂચકતાની અને હિંમતની પ્રશંસા કરી તેમને હીરો ગણાવ્યા હતા.

જહાજના ક્રુના તમામ 22 ભારતીય ક્રુના સભ્યોએ જહાજમાં યાંત્રિક ખામી સર્જાયાનો તાકિદનો સંદેશો તેમણે સત્તાવાળાઓને મોકલી દીધો હતો. મેરિલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે ક્રુ મેમ્બર્સ હીરો છે, તેમણે ખામી અંગે આપી દેતાં બ્રિજ તરફ જતો કેટલોક ટ્રાફિક અટકાવી શકાયો હતો અને એ રીતે મોટી જાનહાનિ નિવારી શકાઈ હતી.
આ દુર્ઘટનાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયા છતાં જહાજનો ભારતીય ક્રુ હજુ પણ જહાજમાં ફસાયેલા છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના રીપોર્ટ મુજબ ક્રુના સભ્યો અધિકારીઓની પૂછપરછનો જવાબ આપી રહ્યા છે. અત્યારે ક્રુ બાલ્ટીમોરથી બહાર નીકળી શકે તેવી આશા જણાતી નથી. મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ જ્યાં સુધી નુકસાન પામેલો પુલનો કાટમાળ હટે નહીં ત્યાં સુધી ક્રુ ના સભ્યો તેમાંથી બહાર નીકળી શકશે નહીં. એક અંદાજ મુજબ ક્રુના 22 ભારતીય સભ્યો જહાજમાં ફસાયેલા છે.

આ દુર્ઘટનામાં ભારતીય ક્રુના એક સભ્યને પણ ઇજા થઇ હતી. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય સભ્યને બાલ્ટીમોરની એક હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને તેને ટાંકા લેવામાં આવ્યા હતા. તે સારવાર લીધા પછી પરત જહાજ પર આવી ગયો હતો.

એવું મનાય છે કે, અત્યારે બ્રિજનો કાટમાળ હટાવી જહાજને તેનાથી મુક્ત કરી ત્યાંથી હટાવવામાં તેમ જ બાલ્ટીમોર બંદર સુધી ચેનલ ફરીથી શરૂ કરવામાં આગામી ઘણા અઠવાડિયાનો સમય થઇ શકે છે. ભારતીય ક્રુને પણ ત્યાં સુધી જહાજ ઉપર રહેવું પડે તેવી સ્થિતિ છે.

જહાજની મેનેજમેન્ટ કંપની-સિનર્જી મરીનને મદદ કરનારી એક કંપનીના કર્મચારીએ ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે, ક્રુના સભ્યો પાસે યોગ્ય પ્રમાણમાં ભોજન અને પાણીનો જથ્થો છે. આ ઉપરાંત જનરેટર ચાલુ રાખવા માટે પણ પર્યાપ્ત ફ્યુઅલ પણ છે. પરંતુ હજુ એ બાબત અસ્પષ્ટ છે કે, જહાજ ક્યારે ત્યાંથી બહાર નીકળશે.

મેરિલેન્ડના ગવર્નર વેસ મૂરે જણાવ્યું હતું કે, સાત ક્રેન કાટમાળ હટાવવાની કામગીરીમાં લાગેલી છે. દરેક ક્રેનની ક્ષમતા એક હજાર ટન વજન ઉઠાવવાની છે. આ ઉપરાંત દસ ટગબોટ, આઠ રેસ્ક્યુ બોટ, પાંચ કોસ્ટગાર્ડ બોટ ત્યાં ઉપલબ્ધ છે. સ્ટીલ સહિત પુલના તૂટેલા ટુકડાનું વજન ચાર હજાર ટન સુધીનું છે.

કોસ્ટ ગાર્ડના રીઅર એડમિરલ શેનન ગિલરેથે જણાવ્યું હતું કે, વિશેષજ્ઞોએ જાણવાની જરૂરી છે કે, આ પુલને કેવી રીતે યોગ્ય આકારમાં તોડી શકાય, જેને આપણે ઉઠાવી શકીએ. કાટમાળને કારણે બીજા જહાજો બાલ્ટીમોર બંદર પર આવી શકતા નથી અને ગૂમ થયેલા શ્રમિકોને શોધવામાં મુશ્કેલી પડી રહી છે.

ક્રુએ યાંત્રિક ખામી પછી તાત્કાલિક મદદ માટે સંદેશો આપ્યો હતો. આથી પોલીસને જહાજ પુલ સાથે અથડાયું તે પહેલા તે તરફ જઇ રહેલા વાહનો રોકવામાં મદદ મળી હતી. સૂચના આપવામાં મોડું થયું હોત તો અનેક લોકોના મોત થયા હોત. ભારતીય ક્રુની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને કરી હતી.

આ બ્રિજ પેટાપ્સકો નદી પર આવેલો હતો. તે 1.6-માઇલ (2.6-કિલોમીટર) લાંબો અને ચાર-માર્ગી બ્રિજ છે.
બાલ્ટીમોર ફાયર વિભાગના કેવિન કાર્ટરાઇટે બાલ્ટીમોર સનને જણાવ્યું હતું કે, “અમારી પાસે એવું માનવા માટેનું કારણ છે કે વાહનો અને સંભવતઃ ટ્રેક્ટર-ટ્રેલર પાણીમાં ડુબ્યાં હતાં.” આ બ્રિજ 1977માં ખુલ્લો મૂકાયો હતો અને વર્ષમાં 11 મિલિયનથી વધુ વાહનોનું વહન કરે છે.

બાલ્ટીમોરના મેયર બ્રાન્ડોન એમ. સ્કોટે જણાવ્યું હતું કે ઇમર્જન્સી ટીમો મોટા પાયે રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. આ દુર્ઘટના રાત્રે 1.30 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે જહાજ બાલ્ટીમોરથી જઈ રહ્યું છે. આ દરમિયાન અથડામણ થઈ અને બ્રિજ પડી ગયો હતો આ દરમિયાન પુલ પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા

LEAVE A REPLY