હેઇસમાં બલજિતસિંઘની હત્યા અંગે બે યુવાન સામે આરોપ

0
686

હેઇસમાં 37 વર્ષીય બલજિતસિંઘની ગળુ દબાવીને કરાયેલી હત્યાના બનાવ અંગે પોલીસે કોઇ ચોક્કસ સરનામુ નહિ ધરાવતા  20 વર્ષના મનપ્રીત સિંઘ અને 24 વર્ષના જસપ્રીતસિંઘની ધરપકડ કરી તા. 7 મે, ગુરુવારના રોજ કોર્ટમાં આરોપ મૂક્યો હતો.

તેમને ગુરુવાર તા. 7 મે’ના રોજ અક્સબ્રીજ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરાયા હતા. પોલીસને તા. 25 એપ્રિલ શનિવારના રોજ 22: 56 કલાકે હેઇસના સ્ટેશન રોડ પર બોલાવવામાં આવી હતી. જેમાં બલજીત સિઘનો મૃતદેહ એક એલી વેમાંથી મળી આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસે ઘટનાસ્થળે ધસી ગઇ હતી.

બલજિતસિંઘને ઘટના સ્થળે મૃત જાહેર કરાયો હતો અને તેની સગા સંબંધી જાણ કરવામાં આવી હતી.