ભૂતપૂર્વ ABC ડેટા વિઝ, સીરીયલ રેપિસ્ટ અને 39 વર્ષના બલેશ ધનખર પર આરોપ મૂકાયો છે કે તેણે નકલી નોકરીની જાહેરાતો આપીને પાંચ કોરિયન યુવતીઓને ઓસ્ટ્રેલિયાના સિડની CBDમાં વર્લ્ડ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં તેના સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં બોલાવીને ડ્રગ્સ પીવડાવીને બળાત્કાર કર્યો હતો. તેણે ભોગ બનેલા લોકોના નામની નોંધણી કરતી ડાયરી રાખી હોવાનો આરોપ પણ છે.

આરોપ છે કે તેણે ઘડિયાળમાં છુપાયેલા કેમેરામાં બેભાન મહિલાઓના બળાત્કારનો વિડીયો ઉતાર્યો હતો. બલેશ ધનખર પર જાન્યુઆરી અને ઓક્ટોબર 2018 વચ્ચે કથિત રીતે બળાત્કારના 13 ગુનાઓ સહિત 39 આરોપો માટે ટ્રાયલ ચાલી રહી છે. તેની પાસે મહિલાઓને ફસાવવાની ‘ખૂબ જ ચોક્કસ મોડસ ઓપરેન્ડી’ હતી અને લગભગ તમામ બળાત્કારમાં તે જ હોટેલ, કાફે અને કોરિયન રેસ્ટોરન્ટનો ઉપયોગ કરતો હતો. પોલીસે ઘડિયાળ અથવા તેના મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.

જ્યુરીને ધનખર અન્ય કોરિયન મહિલાઓ સાથે સહમતિથી સેક્સ કરતા હોવાના ગુપ્ત રીતે રેકોર્ડ કરાયેલા વિડિયો પણ બતાવવામાં આવ્યા હતા. પોલીસે આવા 47 વીડિયો શોધી કાઢ્યા હતા. તેની 21 ઓક્ટોબર, 2018ના રોજ ધરપકડ કરાઇ હતી. ધનખરે પોતે દોષિત ન હોવાની કબૂલાત કરી દાવો કર્યો હતો કે પાંચેય મહિલાઓએ સેક્સ માટે સંમતિ આપી હતી. તેઓ ઓસ્ટ્રેલિયાના ભારતીય સમુદાયના અગ્રણી સભ્ય છે અને ઓવરસીઝ ફ્રેન્ડ્ધ ઓફ BJPના સ્થાપક પ્રમુખ છે. કેસ હજુ ચાલુ છે.

LEAVE A REPLY