ગત વર્ષના અંતમાં બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જુદા-જુદા સમયના બે એક્શન સુપર સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘બડે મિયાં છોટે મિયાં‘ રાખવામાં આવ્યું છે. અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફને ચમકાવનારી આ ફિલ્મનું બજેટ રૂપિયા 350 કરોડની આસપાસ છે. જેનું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફર કરશે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં ટાઈગર અને અક્કી ધમાકેદાર એક્શન સિક્વન્સ પરફોર્મ કરતા નજર આવ્યા હતા.
હવે, આ ફિલ્મના બજેટ મુજબ, ફિલ્મને પણ યુરોપના વિવિધ લોકેશન્સ પર શૂટ કરવાની તૈયારી કરવામાં આવી છે અને તે ત્યાં તપાસ કરવા માટે પણ ટીમ જશે. ફિલ્મમાં વીએફએક્સનો ઉપયોગ ઘટાડવાની યોજના સાથે અને રિયલ ટાઈમ લોકેશન્સ પર શૂટ કરવા માટે સ્કોટલેન્ડ, ઓસ્ટ્રીયન આલ્પ્સની સાથે સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયાને પસંદ કરવામાં આવ્યા છે. જેકી ભગનાની અને તેના પિતા વાસુ ભગનાનીની પ્રોડક્શન કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.
અત્યારે, ‘બડે મિયાં છોટે મિયાં’ ના પ્રી-પ્રોડક્શનનું કામ જોરશોરથી ચાલુ છે અને ફિલ્મનું શૂટિંગ 100 દિવસમાં આટોપી લેવાની તૈયારી છે. ફિલ્મમાં હાઈ-એક્શન ડ્રામા સિક્વન્સને ફિલ્માવવા માટે વિદેશી એક્શન ટ્રેઈનર અને આર્ટિસ્ટની મદદ લેવામાં આવી રહી છે. જેથી બોલીવૂડમાં આજ સુધી નજર ન આવી હોય તેવી શાનદાર-ધમાકેદાર એક્શન સિલ્વર સ્ક્રિન પર રજૂ કરી શકાય.