તેમણે જણાવ્યું કે માતા તેજી બચ્ચન આઝાદીના આંદોલનથી એટલા બધા પ્રભાવિત હતા કે તેઓ તેનું નામ ઇન્કલાબ રાખવા ઇચ્છતા હતા. કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં અમિતાભે પોતાના નામ પાછળનો આ કિસ્સો સંભળાવ્યો હતો.
તેમણે કહ્યું- 1942માં જ્યારે તેજી બચ્ચન 8 મહિનાના પ્રેગ્નન્ટ હતા ત્યારે તેમણે આઝાદી માટે યોજાયેલી એક રેલીમાં ભાગ લીધો હતો. તે સમયે જ્યારે તેજી ઘરે ન દેખાયા તો ઘરવાળાએ તેમને શોધ્યા અને રેલીમાંથી પરત બોલાવ્યા.
તેજી બચ્ચન, આઝાદીના આંદોલનથી પ્રભાવિત હતા. આંદોલનમાં સામેલ એક વ્યક્તિએ તેજીને કહ્યું કે તેને તેના બાળકનું નામ ઇન્કલાબ રાખવું જોઈએ. જ્યારે બાળકનો જન્મ થયો તો માતા પિતા પણ ઇન્કલાબ નામ રાખવા પર સહમત હતા. પરંતુ કવિ સુમિત્રા નંદન પંતે બાળકનું નામ અમિતાભ રાખ્યું.રસપ્રદ વાત એ છે કે અમિતાભ બચ્ચને 1984માં એક ફિલ્મમાં કામ કર્યું હતું, જેમાં તેનું નામ ઇન્કલાબ હતું. અમિતાભ ફિલ્મના લીડ રોલમાં હતા.