અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ અંગેના કેસમાં લખનૌની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ આગામી 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ન્યાયધિશ સુરેન્દ્ર કુમાર યાદવે બુધવારે, 16 સપ્ટેમ્બરે ભાજપના ટોચના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર સહિતના તમામ 32 આરોપીઓને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં ચુકાદા માટે એક મહિનાનાનો વધારોનો સમય આપ્યો હતો. 31 ઓગસ્ટના ચુકાદાની મહેતલ પૂર્ણ થઈ ગઈ હોવાથી સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધી મહેતલ લંબાવી હતી. સંવેદનશીલ એવા આ કેસમાં ભાજપના ટોચના નેતાઓના નામ છે અને કેસના ચુકાદામાં અનેકવાર મુદતો પડી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જીદનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો.