યોગગુરુ બાબા રામદેવના પતંજલી ગ્રૂપની કંપની રૂચી સોયાનો આશરે રૂ.4,300 કરોડનો આઇપીઓ 3.4 ગણો છલકાયો હતો. દેશમાં કોઇ ભગવાધારી બાબાની કંપનીનો આ પ્રથમ આઇપીઓ હતો. રૂચી સોયાએ શેરદીઠ રૂ.615.650ના પ્રાઇસ બેન્ડે 4.9 કરોડ શેર ઓફર કર્યા હતા. આની સામે આઇપીઓમાં 16.6 કરોડ શેર માટે અરજીઓ આવી હતી.
જોકે આ આઇપીઓમાં કેટલાંક એસએમએસ ફરતા થયા હતા અને તેનાથી બજારની નિયમનકારી સંસ્થા સેબીએ રોકાણકારોને તેમના બિડ પાછા ખેંચી લેવાની છૂટ પણ આપી હતી. તેનાથી આશરે 14,600 રોકાણકારોએ 97.4 લાખ શેર માટેની અરજીઓ બુધવારના અંતિમ દિવસ સુધી પાછી ખેંચી લીધી હતી. બાબા રામદેવની માલિકીના પતંજલી ગ્રૂપે અગાઉ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી રૂચી સોયાની હસ્તગત કરી હતી.