નહેરુ સેન્ટર દ્વારા ભારતના 75મા સ્વતંત્ર્ય દિન – આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે બ્રિટનમાં વસતા ભારતીય મૂળના લોકોને તેમના પોતાના અવાજમાં ભારતના રાષ્ટ્ર ગાન (રાષ્ટ્રગીત)ને રેકોર્ડ કરીને નીચેની વેબ લિંક પર તેનો વિડિઓ અપલોડ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. https://t.co/5w2Blo2azh
સેન્ટર દ્વારા જણાવાયું હતું કે ‘’અમે તમારા વીડિયો જોવા માટે આતુર છીએ અને અમને આશા છે કે તમે તમારા મિત્રો અને પરિવારને પણ વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરવા માટે આ લિંક શેર કરશો અને રાષ્ટ્ર ગીત ગાઇને તે અપલોડ કરવા માટે આમંત્રિત કરશો.
તા. 17 ઓગસ્ટના રોજ આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યારે કુલ 1,97,94,902 લોકોએ રાષ્ટ્ર ગીત ગાઇને તેને અપલોડ કર્યું છે. તો આવો તમે પણ તેમાં જોડાવ અને ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરો.