(ANI Photo)

બોલીવૂડના યુવા અભિનેતા આયુષ્માન ખુરાનાએ વિદેશમાં મોટો ચાહક વર્ગ ઊભો કર્યો છે. જેના કારણે સલમાન ખાન, અક્ષય કુમાર અને શાહરૂખ ખાનની જેમ આયુષ્માન પણ વિદેશી ટૂરનું આયોજન કરી રહ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન આયુષ્માન ખુરાના પોતાની ટીમ સાથે અમેરિકા, બ્રિટન અને કેનેડામાં પરફોર્મ કરવાનો છે.

જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અમેરિકાના આઠ શહેરમાં આયુષ્માનનો કાર્યક્રમ યોજાશે. ડલાસ, સેન જોસ, સિએટલ, વોશિંગ્ટન ડીસી, ન્યૂ જર્સી, આટલાન્ટા, ઓરલેન્ડો, શિકાગોમાં આયુષ્માનના લાઈવ પરફોર્મન્સ થવાના છે. કેનેડાના ટોરેન્ટો ખાતે પણ તેની ઈવેન્ટ થશે. સપ્ટેમ્બર મહિનામાં આયુષ્માન બ્રિટનના બે શહેરની ટૂર કરશે. આયુષ્માને જણાવ્યું હતું કે, આ વર્ષે તે પોતાના બેન્ડ સાથે અમેરિકા, કેનેડા અને બ્રિટન જવાનો છે. આ પ્રસંગે આયુષ્માન ઈન્ડિયન કલ્ચર અને મ્યૂઝિકને ગ્લોબલ લઈ જવાનો પ્રયાસ કરશે.

LEAVE A REPLY