ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં 18 લાખ દીવડા સાથે દિપોત્સવની ઉજવણી કરાશે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહેશે.દિવાળીની ઉજવણીની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. રવિવારે દીપોત્સવની ઉજવણી માટે આશરે 18 લાખથી વધુ દિવડાં પ્રગટાવશે. જે એક વિશ્વ રેકોર્ડ બનશે. આ ઉપરાંત ફટાકડાં, આતશબાજી અને લેઝર શો તથા રામલીલાનું પણ આયોજન કરાયું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવના બને તે માટે સમગ્ર શહેરની સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત બનાવવામાં આવી છે.
અયોધ્યાના ડિવિઝનલ કમિશનર નવદીપ રિન્વાએ જણાવ્યું હતું કે સરયુ કાંઠાની નજીક રામ કી પૌડી ખાતે 22,000થી વધુ સ્વયંસેવકો દ્વારા માટીના 15 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. બાકીના દીવા મહત્વના માર્ગો અને ઈમારતો પર પ્રગટાવવામાં આવશે. રિન્વાએ જણાવ્યું હતું કે, લેઝર શો, 3ડી પ્રોજેક્શન મેપિંગ શો અને આતશબાજી પણ કરવામાં આવશે. અન્ય દેશો અને રાજ્યોના સાંસ્કૃતિક મંડળો દ્વારા પણ રામલીલા યોજવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. રામ કથા ઉદ્યાનમાં, ભગવાન રામ, દેવી સીતા, ભગવાન લક્ષ્મણ અને ભગવાન હનુમાનને “પુષ્પક વિમાન” માંથી ઉતરતા બતાવવામાં આવશે. આ પ્રસંગે સરયુ નદીની આરતી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હિન્દીમાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, “શ્રી અયોધ્યાજી ભવ્ય અને દિવ્ય દીપોત્સવ માટે તૈયાર છે. તમારા બધાનું સ્વાગત છે.