રાઇટ વિંગ કોમેન્ટેટરને ‘હાઉસ ની*’ કહેવા બદલ લીડ્સ બેકેટ યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર રેસ, એજ્યુકેશન એન્ડ ડેકોલોનિયલિટી’ના સલાહકારની નોકરીમાંથી કાઢી મૂકાયેલા એકેડેમિક આયશા ખાનોમે યુનિવર્સિટી સામે દાવો કર્યો છે. તેમણે આવી ભાષાનો ઉપયોગ કરવા માટે તેમની ધાર્મિક માન્યતાઓ દ્વારા તેમને સુરક્ષિત અધિકાર આપવામાં આવ્યો છે અને યુનિવર્સિટી તેમની રાજકીય માન્યતાઓ સાથે ભેદભાવયુક્ત વર્તન કરે છે એમ જણાવ્યું છે.
આયશા ખાનોમની સંસ્થા ધ રેસ ટ્રસ્ટ, શાળાઓને ‘વંશીય સાક્ષરતા’ની તાલીમ આપે છે અને તેણે આફ્રો-કેરેબિયન વંશના કેલ્વિન રોબિન્સન વિશે આ વર્ષે ફેબ્રુઆરીમાં, ઉશ્કેરણીજનક ટ્વિટ કર્યા હતા. શ્રી રોબિન્સનને ઉદ્દેશીને એક ટ્વિટમાં લખ્યું હતું કે ‘તમને શરમ નથી આવતી કે મોટાભાગના લોકો તમને એક હાઉસ ની* તરીકે જુએ છે?’
શ્રીમતી ખાનમને પ્રોફેસર કેહિન્ડ એન્ડ્રુઝ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે, જેમણે ચર્ચિલને ‘વ્હાઇટ સુપ્રિમિસ્ટ’ તરીકે ઓળખાવ્યા હતા, અને દલીલ કરી હતી કે ‘હાઉસ ની*’ શબ્દ ‘રેસીસ્ટ સ્લર’ નથી, પરંતુ ‘રેસીયલ જસ્ટીસના સંઘર્ષમાંથી બહાર આવેલો કોન્સેપ્ટ છે.’
રોબિન્સન, ડેઇલી મેઇલ માટે કોમેન્ટેટર લેખ લખે છે અને એ જ સાંજે બીબીસીના ધ બિગ ક્વેશ્ચનના એપિસોડમાં તેમણે પ્રતિભાવ આપ્યો હતો.
‘હાઉસ ની*’ શબ્દનો ઉપયોગ અશ્વેત વ્યક્તિનું વર્ણન કરવા માટે થાય છે જે શ્વેત સમાજમાં આત્મસાત થવા માટે પોતાની સાંસ્કૃતિક ઓળખથી દૂર રહે છે, જ્યારે ‘કોકોનટ’ એવા વ્યક્તિનું વર્ણન કરે છે જે અશ્વેત છે પણ પોતાને શ્વેત લોકો અને સંસ્કૃતિ સાથે જોડે છે.
કેસના કાનૂની ખર્ચને પહોંચી વળવા માટે £5,000નું ફંડ એકત્ર કરવા માટે બનાવેલ એક ઓનલાઈન ફંડ રેઈઝિંગ પેજ પર, શ્રીમતી ખાનોમે દાવો કર્યો હતો કે તે ‘ઓલ્ટ-રાઈટ એક્ટિવિસ્ટ્સના નેટવર્ક’નો શિકાર બન્યા છે.
ખાનોમનું પ્રતિનિધિત્વ કરી રહેલા કોલ ખાન સોલિસિટરના સહ-સ્થાપક પાર્ટનર એમિલી કોલે ગાર્ડિયનને કહ્યું હતું કે ‘તુરંત જ ટ્વિટર પર તેને હાંકી કાઢવાની જાહેરાત કરવી અને રેસીસ્ટ તરીકે જાહેરમાં તેની નિંદા કરવી એ સત્તાનો ઘોર દુરુપયોગ છે અને ખતરનાક દાખલો બેસાડે છે. શ્રીમતી ખાનમનો કેસ શૈક્ષણિક સ્વતંત્રતા, વાણી સ્વાતંત્ર્ય અને સમાનતા માટે ઉભા રહેલા દરેક વ્યક્તિ માટે નોંધપાત્ર મહત્વ ધરાવે છે.’
યુનિવર્સિટીના પ્રવક્તાએ પેપરને કહ્યું હતું કે ‘અમે ચાલુ કાનૂની કાર્યવાહી પર ટિપ્પણી કરવામાં અસમર્થ છીએ જોકે અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે અમે આ દાવા સામે વિગતવાર પ્રતિક્રિયા રજૂ કરીશું.’