હોલમાર્ક લક્ઝરી કેર હોમ્સના અધ્યક્ષ અને ગોયલ ફાઉન્ડેશન અને હોલમાર્ક ફાઉન્ડેશનના સ્થાપક અવનીશ ગોયલ CBE આઉટવર્ડ બાઉન્ડ ચેરીટી માટે ફંડ એકત્ર કરવા 6 મેના રોજ ન્યૂયોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં દોરડા વડે નીચે ઉતર્યા હતા. તેમની સાથે સેલિબ્રિટી સહભાગીઓમાં જેરેડ લેટો હતા અને તેમને આઉટવર્ડ બાઉન્ડ ટ્રસ્ટી, હર રોયલ હાઇનેસ પ્રિન્સેસ બીટ્રાઇસ દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં £2.4 મિલિયનથી વધુનું દાન એકત્ર કરાયું છે અને ભંડોળ ઊભું કરવાનું ચાલુ છે.

અવનીશ ગોયલ આઉટવર્ડ બાઉન્ડ માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે જેને ગોયલ ફાઉન્ડેશન લાંબા સમયથી સમર્થન આપે છે. આઉટવર્ડ બાઉન્ડ એ વિશ્વવ્યાપી શૈક્ષણિક અને સખાવતી નેટવર્ક છે જેનું મિશન પડકાર, શિક્ષણ અને સાહસ દ્વારા યુવાનોના જીવનમાં પરિવર્તન લાવવાનું છે.

અવનીશ ગોયલે કહ્યું હતું કે “મેં 103મા માળેથી 1300 ફીટથી વધુનું એબસીલ શરૂ કરવા માટે પાછળની તરફ ઝુકાવ્યું હતું. આઉટવર્ડ બાઉન્ડ ટ્રસ્ટ અને ઇનર સ્પાર્ક સાથેના અમારા વર્કશોપ દ્વારા ઘણા બધા યુવાનોમાં ફરક લાવવા માટે મારા કમ્ફર્ટ ઝોનને વિસ્તારવાનો આ આનંદદાયક અનુભવ છે. દાનથી મને સાથ આપનાર દરેકનો આભાર.”

LEAVE A REPLY