ભારતના લોકોના સરેરાશ આયુષ્યમાં 1990 બાદ આશરે દસ વર્ષનો વધારો થયો છે, પરંતુ રાજ્યો વચ્ચે મોટી અસમાનતા છે. દેશમાં લોકોનુ સરેરાશ આયુષ્ય 1990માં 59.6 વર્ષ હતું, જે 2019માં વધીને 70.8 વર્ષ થયું છે, એમ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે.
આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર સૌથી વધારે 77.3 વર્ષનુ સરેરાશ આયુષ્ય કેરળના લોકોનુ અને 66.9 વર્ષનુ આયુષ્ય ઉત્તરપ્રદેશના લોકોનું છે. જોકે સંશોધકોનુ કહેવુ છે કે, ભારતમાં સ્વસ્થ આયુષ્યમાં એટલો વધારો થયો નથી. લોકોનુ આયુષ્ય વધ્યુ છે પણ બીમારીઓ અને વિકલાંગતાની સાથે વધ્યુ છે. મેદસ્વીતા, હાઈ બીપી અને પ્રદુષણના કારણે લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન થયુ છે. સંશોધનમાં મોત પાછળના 286 કારણો, 369 બીમારીઓ અને ઈજા થવાના 204 કારણો પર વૈશ્વિક સર્વે કરવામાં આવ્યો હતો.