હોલિવૂડ ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટરે 16 ડિસેમ્બર 2022ના રોજ રીલીઝ પહેલા ભારતમાં જબરદસ્ત આકર્ષણ ઊભું કર્યું છે. જેમ્સ કેમેરોનની આ ફિલ્મની ગુરુવાર સવારે 10 વાગ્યા સુધીમાં એડવાન્સમાં 5.49 લાખ ટિકિટનું વેચાણ થયું હતું.
અવતાર 2 ફિલ્મને 3ડી અને આઈમેક્સ સ્ક્રીનમાં વ્યાપક રીતે રિલીઝ કરવામાં આવી છે. અમુક શહેરોમાં શો માટે ટિકિટોની કિંમત 2500-3000 રુપિયા જેટલી વધુ છે. આમાંથી ઘણા શો રવિવાર સુધી વેચાઈ ચૂક્યા છે. જેમ્સ કેમરુનની અવતાર 2 શુક્રવારે ભરાતીય બૉક્સ ઑફિસ પર 40-50 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે, જે કોઈ પણ હૉલિવુડ ફિલ્મ માટે એક જબરદસ્ત શરુઆત છે.
ફિલ્મો ભારતમાં સતત નિષ્ફળ જઈ રહી છે ત્યારે હોલીવૂડની આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ ૧૫.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ રકમ ઝડપથી વધવાની આશા છે. આ રીતે આ ફિલ્મે થોરઃ લવ એન્ડ થન્ડરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો, જેને ૧૪ કરોડના એડવાન્સ બુકિંગ કમાણી ફક્ત એક જ દિવસમાં કરી હતી.
ઉલ્લેનખનીય છે કે, મુંબઇમાં આ ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં બોલીવૂડના ટોચના માંધાતાઓ જોવા મળ્યા હતા. આ ફિલ્મ જોઇને અક્ષય કુમાર અન ેવરુણ ધવને ફિલ્મ અને ફિલ્મસર્જકના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા હતા.
અવતાર ફિલ્મ ૨૦૦૯માં રિલીઝ થઇ હતી. ત્યારે આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૧૪૦ કરોડ રૂપિયાની ધૂમ કમાણી કરી હતી. ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું કે આ ફિલ્મનું એડવાન્સ બૂકિંગ પુરવાર કરે છે કે દર્શકો સારું કન્ટેન્ટ જોવા આતુર જ છે. પરંતુ, બોલીવૂડના સર્જકોએ દર્શકોને નિરાશ કર્યા છે.