લોકોમાં ઓટીઝમ અંગે જાગૃતિ આવે તે માટે 2 એપ્રિલથી એક અઠવાડિયાસુધી દુનિયાભરની જાણીતી ઇમારતોને વાદળી કલરની રોશની સાથે શણગાર કરવામાં આવે છે, જે Light It Up Blue તરીકે દર્શાવે છે. ઓટીસ્ટિક બાળકને સામાન્ય બનાવવા વૈજ્ઞાનિક સારવાર વિશે જાણવું જરૂરી છે.
ઓટીઝમથી ગ્રસ્ત બાળકમાં જોવા મળતા લક્ષણો:
બાળકની ઉંમર દોઢથી 2 વર્ષની થવામાં હોઇ બાળક માતા, પિતા તથા અન્ય સામે નજરથી નજર ન મિલાવે તેમ જ તને બોલાવવાથી અથવા અવાજ કરવાથી તે ના જોવે.
• 18થી 24 મહિનાની ઉંમર થવા છતાં બોલતા ન શીખે.
• નાનુ બાળક સતત પંખો, રમકડાની કારનું વ્હીલ તેમ જ ગોળ ફરતી વસ્તુ લાંબા સમય સુધી જોયા કરે, તેમ જ સતત લાઇટ તરફ જોવે.
• એક જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે, કૂદકા મારે, ચીસો પાડીને પોતાની હાથની આંગળીને સતત હલાવે, દિશાના ભાન વગર દોડ્યા કરે.
• કોઇ એક વસ્તુ, રમકડા સાથે લાંબા સમય સુધી રમ્યા કરે.
• કુટુંબના કે પોતાની ઉંમરના અન્ય બાળકોને મળે નહીં, રમે નહીં ને નજર ના મિલાવે.
• કારણ વગર હસવું, ગંભીર બાબત પર હસ્યા કરવું, ગાંડા બાળકની જેમ હસ્યા કરવું.
• કૂકરની વ્હીસલનો અવાજ, હોર્ન, ફટાકડાનો અવાજ, મિક્સર કે વેક્યુમ ક્લિનરનો અવાજ સાંભળી પોતાના કાન બંને હાથ પડે ઢાંકી દેવા, અવાજથી ડરી જઇ સંતાવવાનો પ્રયાસ કરે.
• પોચી વસ્તુ જેવી કે સોફા-પથારી-ખુરશી પર ચડી લાંબા સમય સુધી કુદકા મારવાની સાથે હાથની આંગળી સતત હલાવવી.
• વસ્તુઓને હાથમાં લઇ ફેંકીને તોડી નાખવી.
• પોતાના શરીરના અંગો જેવા કે હાથ, ખભા પર દાંત વડે ઇજા કરવી, બાજુવાળાને બટકા ભરવા કે વાળ ખેંચવા.
ઉપરોક્ત લક્ષણમાંના ત્રણથી વધારે લક્ષણો તમારા બાળકમાં જોવા પડે તો બાળકને જ્ઞાનતંતૂના ઓટીઝમના નિષ્ણાત ડોક્ટરને બતાવી તેની સારવાર કરાવવી. બાળકનું ઓટીઝમનું નિદાન જેમ નાની ઉંમરમાં થાય તો તેને તેમાંથી બહાર લાવી શકાય છે. બાળકની ઉંમર જેમ નાની તેમ તેના સામાન્ય થવાના સંજોગો સારા.
દુનિયાભરમાં બાળકોની હોસ્પિટલ, યુનિવર્સિટીઝ, વૈજ્ઞાનિકો, ડોક્ટોર્સો ઓટીઝમનું નિદાન ઝડપથી થાય તેના વિવિધ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. આ બિમારી અંગે લોકોને જાણકારી મળે તે માટે 2જી એપ્રિલને દર વર્ષે વર્લ્ડ ઓટીઝમ એવરનેસ દિવસ તેમ જ આખા એપ્રિલ મહિનાને એવરનેસ માસ તરીકે જણાવીને તે અંગે માહિતી અને જાગૃતિ ફેલાવે છે.
ઓટીઝમનું નિદાન
18 મહિનાની ઉંમરના બાળકથી લઇ 30 મહિનાની ઉંમરના બાળકમાં જોવા મળતી આ બિમારી કોઇ એક ટેસ્ટ કે અન્ય મેડીકલ રીપોર્ટ જેવા કે CT SCAN/MRI/PET SCAN કે EEGથી જાણી શકાતી નથી. તે માટે ઉપરોક્ત રીપોર્ટ સાથે નીચેના બે તબક્કામાં નિદાન થઇ શકે છે.
પહેલા તબક્કામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ તેની ઉંમર પ્રમાણે થઇ રહ્યો છે કે નહીં તે જાણવા માટે બાળકની શિખવાની ક્ષમતા, તેની બોલવાની રીત, શબ્દોને વાક્યો સાથે તેના ચહેરાના હાવભાવનો અભ્યાસ કરી તેની નોંધ રાખી ચોક્કસ સમયાંતરે જેમ કે 12 મહિના, 18 મહિનાને 24 મહિના એટલે કે 2 વર્ષની ઉંમરે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ દર ધ્યાનમાં રાખીને નિદાન કરવામાં આવે છે.
આ ઉપરાંત અભ્યાસમાં બાળકના માતા-પિતા, તેના ડોક્ટર્સ બાળકની સંભાળ રાખનારને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરેલી પ્રશ્નોત્તરીના જવાબ આધારે નિદાન કરવામાં આવે છે.
બીજા તબક્કાનું નિદાન આ રોગના નિષ્ણાત ડોકટરો જેવા કે ડેવલપમેન્ટલ પીડીયાટ્રીસીયન કે (Child Neurologist) કે Child Psychiatrist/Pysocologist (બાળકના જ્ઞાનતંતૂ અને વર્તણૂકના રોગના નિષ્ણાત) અને DAN Defeat Autism Now) ડોક્ટર્સ દ્વારા થતી હોય છે.
સારવાર
હોમીયોપેથીમાં ઓટીઝમની સચોટ અને સમય સાથેની સારવાર સંભવ છે, દુનિયાભરના ડોક્ટર્સ તેમના પોતાના ઓટીસ્ટીક બાળકને હોમીયોપેથી સારવાર આપવાનું પસંદ કરે છે. વિશ્વભરમાં હોમીયોપેથી ઓટીઝમની સારવાર માટે પ્રચલિત છે. મોર્ડન મેડિકલ સાયન્સ એટલે કે એલોપથીમાં ઓટીઝમ માટે કોઇ મેડીકલ સારવાર નથી. બાળકની હાયપર એક્ટિવીટી (Hyperactivity)ને કંટ્રોલમાં લેવા રેસ્પરીડોલ નામની દવા આપવામાં આવે છે.
હોમીયોપેથીમાં દવાની સાથે સાથે આહાર નિયંત્રણ અને શારીરિક કસરત એમ ત્રણ બાબત ઉપર ધ્યાન આપવાથી બાળકને ઓટીઝમમાંથી સામાન્ય બનાવી શકાય છે.
જો બાળકનું નિદાન ચાર વર્ષ કે તેની પહેલા કરવામાં આવે તો તેના સામાન્ય થવાના સંજોગો 90 ટકા જેટલા હોય છે. 10 ટકા બાળકો દુનિયાભરની કોઇ પણ સારવારથી સારા થતા નથી. તેમાં ઓટીઝમની સાથે બાળક મેટાબોલીક ન્યુરોપેથી (Metabolic Neuropathy) અથવા માઇટોકોન્ડ્રીયલ ન્યુરોપેથી (Mitochondrial neuropathy) નામની બિમારીથી પીડિત હોય છે.
બાળક હોમીયેપોથીની સારવારથી નવ મહિના પછી બોલવાનું શરૂ કરે ત્યારે બાળકને 2 મહિના સ્પીચ થેરાપી આપવાથી સારી રીકે બોલી શકે છે. સારવારના 16 મહિના પછી બાળકને 3 મહિના માટે ABA સારવાર કરાવવાથી બાળકમાં બાકી રહેલો સુધારો ઝડપથી લાવી શકાય છે.
સારવારની શરૂઆત કઇ રીતે કરવી
ઓટીઝમના લક્ષણો માલુમ પડે તો નજીકના બાળરોગ નિષ્ણાત પાસે તેમ જ આ સારવારના અનુભવી ડોક્ટર્સ પાસે બાળકને નિદાન કરાવી સારવાર ચાલુ કરવી. હોમીયોપેથીક દવાના પહેલા 120 દિવસની સારવાર દરમિયાન તમારા બાળકમાં સુધારો જોવા મળશે અને ત્યારબાદ દર 60 દિવસે સુધારો અને લગભગ 22થી 26 મહિનાની દવાથી બાળક સામાન્ય થશે.
ઉપરોક્ત સારવાર સાથે તમારા બાળકને GFCF DIET એટલે કે દૂધ અને દૂધની બનાવટ તેમ જ ઘઉં અને તેની બનાવટ સંપૂર્ણ બંધ કરવાની રહેશે. દૂધની બનાવટ જેમ કે દહીં, છાશ, માખણ, ચીઝ બંધ કરવું ને તેના બદલે બાળકને સોયા, બદામ કે નાળિયેરનું દૂધ આપવું. ઘઉંની બનાવટ જેમ કે રોટલી, ભાખરી, બિસ્કિટ, બ્રેડ, પેસ્ટ્રી બંધ કરવી તેના બદલે જુવાર, બાજરી, ચોખા, કઠોળ, દરેક પ્રકારના લીલા શાકભાજી આપવા.
બાળકને દોડાવવું, ઝડપથી ચલાવવું, સાયકલીંગ, સ્કેટીંગ તેમ જ સ્વિમીંગ કરવાથી ઝડપથી સુધારો જોવા મળે છે.
- ડો. કેતન પટેલ