યુએઈ અને ઓમાનમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. એરોન ફિન્ચ ટીમના સુકાનીપદે ચથાવત રખાયો છે. ૧૮ ખેલાડીઓની ટીમમાં વોર્નર, સ્ટીવ સ્મિથ તેમજ ગ્લેન મેક્સવેલ સહિતના સ્ટાર્સનો સમાવેશ કરાયો છે. યુવા વિકેટકિપર બેટ્સમેન જોશ ઈંગ્લિશને પહેલી વખત રાષ્ટ્રીય ટીમમાં તક અપાઈ છે.
ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયન ટીમના ૧૮માંથી ૧૧ ખેલાડીઓ આઇપીએલની વિવિધ ટીમ્સ વતી રમતા હોવાના પગલે ઘણા ખેલાડીઓ ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા આઇપીએલમાં રમશે..ટી-૨૦ વર્લ્ડ કપ અગાઉ ઓસ્ટ્રેલિયાને બે પ્રેક્ટિસ મેચ રમવા મળે તેવી આશા છે. તેઓની સાઉથ આફ્રિકા સામેની ૨૩મી ઓક્ટોબરની પ્રેક્ટિસ મેચ નક્કી છે. આઇપીએલના અંત પછી તેઓ અફઘાનિસ્તાન કે વેસ્ટ ઈન્ડિઝ સામે એક મેચ રમે તેવી શક્યતા છે.
ટીમ: એરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિજ વોર્નર, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મિચેલ માર્શ, મેથ્યુ વૅડ, એશ્ટન અગર, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, કેન રીચાર્ડસન, એડમ ઝામ્પા, જોશ હેઝલવૂડ, માર્કસ સ્ટોઈનિસ, મિચેલ સ્વૅપસન અને જોશ ઈંગ્લિશ. રીઝર્વ ખેલાડીઓઃ ડેનિયલ ક્રિશ્ચિયન, નાથન એલિસ અને ડેનિયલ સૅમ્સ.