આવતા વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધા – ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકો તે બાયો-સિક્યોર)માં ઓછા દર્શકોની હાજરીમાં યોજવાની તૈયારી કરી રહ્યા છે. ટેનિસ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી ક્રેગ ટીલેએ આ માહિતી આપતાં કહ્યું હતું કે, 2021ની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ માટે જરૂરી યોજના બનાવવામાં મદદ માટે યુએસ ઓપન અને ફ્રેન્ચ ઓપન રમાય ત્યારે અમે તેના ઉપર ખાસ બારિક નજર રાખીશું. જાન્યુઆરીમાં રમાનારી આ ટૂર્નામેન્ટનું માળખુ તો તૈયાર કરી જ લીધુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને કારણે દર્શકોના બેસવાની ક્ષમતામાં ઘટાડો થશે, ખેલાડીઓ બાયો-સીક્યોર માહોલમાં રહેશે અને વિદેશી પ્રેક્ષકોને મંજુરી નહીં અપાય. મુખ્યત્વે મેલબોર્ન અને વિક્ટોરિયા રાજ્યના દર્શકોને મંજૂરી અપાશે, સરહદી પ્રતિબંધો દૂર થાય તો સંભવત્ ન્યૂઝિલેન્ડના પ્રેક્ષકોને છૂટ આપી શકાય.