ઓસ્ટ્રેલિયાના હાઇકમિશનર ફિલિપ ગ્રીન અને મુંબઈસ્થિત ઓસ્ટ્રેલિયન કોન્‍સ્યુલેટ જનરલ પોલ મર્ફી તેમ જ પ્રતિનિધિ મંડળે તાજેતરમાં ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન ઓસ્ટ્રેલિયા-ભારત-ગુજરાત વચ્ચે રીન્યુએબલ એનર્જી, સોલાર રૂફટોપ અને ક્રિટીકલ મિનરલ્સ-લિથિયમ બેટરી સ્ટોરેજના ઉત્પાદન અંગે સહયોગની સંભાવનાઓ સંદર્ભમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરે આ સંદર્ભમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયા રિન્યુઅલ એનર્જી અને ખાસ કરીને ક્રિટીકલ મિનરલ્સ-લિથિયમના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર અને એક્સપર્ટીઝ ધરાવતો દેશ છે તેની તજજ્ઞતાનો લાભ ભારત અને ગુજરાતને તેઓ આપવા ઈચ્છુક છે. આ ઉપરાંત લોજિસ્ટીકસ સપ્લાય ચેઇનનો પણ ભારત અને ગુજરાતના સાહસો હિસ્સો બની શકે તે અંગે પણ ચર્ચા કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સોલર રૂફટોપ અને લિથિયમ બેટરી સ્ટોરેજના સેક્ટરમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓથી તેમને માહિતગાર કર્યા હતા. તેમણે બેટરી સ્ટોરેજની કોમર્શિયલ વાયેબિલિટી વિશે જાણવામાં પણ રસ દર્શાવ્યો હતો.
ગુજરાતમાં સોલાર રૂફટોપ ઉત્પાદન માટે જે બેન્કિંગ ઓફ પાવર સિસ્ટમ છે તેની પણ મુખ્ય પ્રધાને ઓસ્ટ્રેલિયન હાઈકમિશનરને વિગતો આપી હતી.

ગુજરાતમાં કચ્છમાં વિશાળ હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે તેની વિગતો પણ મુખ્ય પ્રધાને આપી હતી. ઓસ્ટ્રેલિયા ડિમાન્ડ-સપ્લાય બેલેન્સ અને પંપ સ્ટોરેજમાં જે તજજ્ઞતા ધરાવે છે તેનો લાભ ગુજરાતને મળે તે માટેની સંભાવનાઓ ચકાસવા અંગે પણ આ બેઠકમાં ફળદાયી પરામર્શ હાથ ધરાયો હતો.

મુખ્ય પ્રધાને આગામી ઓલમ્પિક્સનું આયોજન અમદાવાદમાં ૨૦૩૬માં થવાનું છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાના સિડની અને બ્રિસબેનમાં આવી ઓલિમ્પિક્સ રમતો માટેના સ્ટેડિયમ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એકોમોડેશન વગેરેનો રમતોત્સવ પૂર્ણ થયા બાદ સ્માર્ટ અને સસ્ટેઇનેબલ યુસેજ કઈ રીતે થાય છે તે વિશે જણાવામાં ઉંડો રસ દાખવી તેના ગુજરાતમાં પણ વિનિયોગ અંગે ગહન ચર્ચા-વિમર્શ કર્યા હતા.

 

LEAVE A REPLY