Saudi's refusal to provide interest-free loans to Pakistan
(ANI Photo)

નાદારીથી બચવા માટે પાકિસ્તાન સરકારે વાર્ષિક રૂ.200 બિલિયન ($766 મિલિયન ખર્ચ કાપની જાહેરાત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે સરકારના કરકસરના પગલાંના ભાગરૂપે પ્રધાનો, સલાહકારો અને સહાયકોને પગાર અને અન્ય લાભો નહીં મળે. કેબિનેટ પ્રધાનો પાસેથી પરત લેવામાં આવતા લક્ઝરી વાહનોની હરાજી કરાશે અને તેની રકમ રાષ્ટ્રીય તિજોરીમાં જશે. તમામ મંત્રાલયો, વિભાગો અને સંબંધિત સંસ્થાઓમાં ખર્ચમાં 15 ટકાનો ઘટાડો થશે. જૂન 2024 સુધી નવા વાહનો અથવા લક્ઝરી સામાનની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

કરકસર નીતિના ભાગરૂપે વડાપ્રધાનના નિવાસસ્થાન જેવા સ્થળોએ માત્ર ચા અને બિસ્કિટ જ પીરસવામાં આવશે.
ઈસ્લામાબાદમાં કેબિનેટની બેઠક પછી શાહબાઝ શરીફે કહ્યું કે હવે તમામ ફેડરલ પ્રધાનોએ પોતાના વીજળી, ગેસ અને પાણીના બિલો જાતે ભરવા પડશે. વધતી મોંઘવારી અને દેવા સહિત દેશના આર્થિક પડકારોનો સામનો કરવા માટે આ પગલાં જરૂરી છે. સરકાર આર્થિક સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાનના આર્થિક પડકારોને પહોંચી વળવા સરકારી અધિકારીઓ સહિત તમામ નાગરિકોનો સહયોગ માંગ્યો છે.

તેમણે પાકિસ્તાની નાગરિકોને ઓછા ખર્ચ કરવાની આદત કેળવવા અને દેશની આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે. કેબિનેટ પ્રધાનો પગાર વિના કેવી રીતે જીવશે તેવા સવાલના જવાબમાં શાહબાઝે કહ્યું કે તેઓ સત્તા પર આવતા પહેલા જીવતા હતા તે રીતે તેમનું જીવન જીવશે.

પ્રધાનોને જરૂરિયાત મુજબ માત્ર એક સુરક્ષા વાહન અપાશે, જ્યારે તેઓ વિદેશી અને સ્થાનિક બંને પ્રવાસો પર ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરશે. વિદેશ પ્રવાસ પર સહાયક સ્ટાફને સાથે જવાની મંજૂરી અપાશે નહીં. કેબિનેટના સભ્યોને વિદેશી પ્રવાસ પર ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાની મંજૂરી અપાશે નહીં. સરકારી અધિકારીઓની સાથે સુરક્ષા વાહનો પણ પાછા ખેંચી લેવામાં આવશે.

તેમણે જાહેરાત કરી હતી કે શહેરના કેન્દ્રોમાં તમામ સરકારી આવાસ વેચવામાં આવશે. કોઈપણ અધિકારીને એક કરતા વધુ પ્લોટ ફાળવવામાં આવશે નહીં અને વધારાના પ્લોટ પરત લેવામાં આવશે. પ્રવાસ ખર્ચ ઘટાડવા માટે વિડિયો લિંક પર સરકારી બેઠકોને પ્રાથમિકતા આપવામાં આવશે, કોઈ નવો વિભાગ બનાવવામાં આવશે નહીં. કેબિનેટે નિર્ણય લીધો છે કે ઉનાળામાં વીજળી બચાવવા માટે ઓફિસો સવારે 7:30 વાગ્યે ખુલશે જ્યારે સરકારી ઓફિસોમાં ઊર્જા બચત ઉપકરણો લગાવવામાં આવશે.

LEAVE A REPLY