ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 માર્ચે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે વર્ચ્યુઅલ સમીટ યોજશે તથા દ્વિપક્ષીય સંબોધોને વિસ્તૃત કરવાના માર્ગની ચકાસણી કરશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ મોરિસન 21 માર્ચે બીજી ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમીટ યોજશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બંને દેશોના સંબંધો મજબૂત બન્યા છે. જૂન 2020માં બંને દેશોએ સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી કરી હતી તથા પરસ્પરના મિલિટરી બેઝના ઉપયોગ માટે ઐતિહાસિક સમજૂતી કરી હતી.મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટ એગ્રીમેન્ટ (MLSA) હેઠળ બંને દેશોની મિલિટરી લોજિસ્ટિક્સ હેતુ માટે એકબીજાના મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકે છે. બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહકારમાં પણ વધારો થયો છે.