પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સ્વીડનની એક યુનિવર્સિટીના અભ્યાસમાં જણાયું છે કે રોગચાળા દરમિયાન વિદ્યાર્થીઓના લેક્ચર ઓનલાઈન કરાયા બાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સ્વરૂપવાન અને આકર્ષક મહિલા વિદ્યાર્થીનીઓને ક્લાસરૂમના વર્ગો કરતા ઓછા માર્ક્સ મળ્યા હતા. આ અભ્યાસથી લાંબા સમયથી ચાલતી ચર્ચાને બ મળ્યું છે કે સારા દેખાવવાળા લોકો જીવનમાં ઘણીવાર લાભ મેળવે છે. આજ રીતે આકર્ષક વ્યક્તિઓને તેમના કરતા ઓછા આકર્ષક સાથીદારો કરતાં વધુ વેતન મળે છે. તેમને બઢતી મળવાની શક્યતા વધુ રહે છે અને જેલમાં જવાની શક્યતા ઓછી છે.

વધુ સારા દેખાવવાળા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં વર્ગો ચાલતા હતા ત્યારે તેમના બ્યુટી પ્રીમિયમના કારણે થોડા ટકા વધુ પોઈન્ટ્સ મળ્યા હતા. પરંતુ જ્યારે લેક્ચર ઓનલાઈન થયા હતા ત્યારે તેમને તેમના જવાબોને અનુરૂપ પોઇન્ટ્સ મળ્યા હતા. ઓનલાઇન વર્ગોમાં આકર્ષક સ્ત્રીઓ માટે જોવા મળતું “બ્યુટી બોનસ” લગભગ 80 ટકા ઘટ્યું હતું.

LEAVE A REPLY