અમેરિકામાં હિંદુઓ અને હિંદુ ધર્મ વિરુદ્ધના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેવું અવલોકન કરીને ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદાર ચેતવણી આપી હતી કે આ તો માત્ર હિંદુ વિરોધી સંકલિત હુમલાની શરૂઆત છે.
શ્રી થાણેદારે સોમવારે વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં બોલી રહ્યાં હતા. થાણેદાર અને અન્ય ચાર ભારતીય અમેરિકન કોંગ્રેસમેન રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, અમી બેરા અને પ્રમિલા જયપાલે તાજેતરમાં જ ન્યાય વિભાગને પત્ર લખીને હિંદુ મંદિરો અને પૂજા સ્થાનો પરના હુમલામાં થયેલા વધારાની તપાસની માંગણી કરી હતી.
હિન્દુએક્શન નામના સંગઠને આયોજિત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં થાનેદારે ફરિયાદ કરી હતી કે હુમલા માટે જવાબદાર લોકો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને કોઈ ધરપકડ પણ કરવામાં આવી નથી. અમે તાજેતરના મહિનાઓમાં આ પ્રકારની વધુ ઘટનાઓનો જોઇ છે. મને લાગે છે કે આ સમુદાયની વિરુદ્ધ ખૂબ જ સંકલિત પ્રયાસની આ માત્ર શરૂઆત છે અને સમુદાયે એકજૂથ થવું પડશે. સમય આવી ગયો છે અને હું તમારી સાથે ઉભો રહીશ. હિંદુ ધર્મનું પાલન અને હિંદુ પરિવારમાં હિંદુ તરીકે ઉછર્યા પછી હું જાણું છું કે હિંદુ ધર્મ શું છે. તે ખૂબ જ શાંતિપૂર્ણ ધર્મ છે.”તે અન્ય પર હુમલો કરનાર ધર્મ નથી.
તેમણે જણાવ્યું હતું કે “જોકે આ સમુદાયને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે, ગેરસમજ થાય છે, કેટલીકવાર ઇરાદાપૂર્વક આવું થાય છે. હું તાજેતરમાં જ ન્યાય વિભાગને પત્ર લખવા માટે ચાર ભારતીય-અમેરિકન સાથીદારો સાથે જોડાયો છું. તમે જાણો છો, અમને જે ચિંતા હતી તે પૈકીની એક ધર્મ સ્થાનો પર વધતા હુમલાઓ હતી. અમે તે કેલિફોર્નિયામાં બનતા જોયા છે, અમે ન્યુ યોર્ક અને આખા અમેરિકામાં તે જોયા છે. આ પૂજા સ્થાનો પર હુમલો કરવા માટે ખૂબ જ સંકલિત પ્રયાસ હોવાનું જણાય છે, જેણે સમુદાયમાં ઘણો ભય પેદા કર્યો છે.”
થાણેદારે આક્ષેપ કર્યો હતો કે ઘણીવાર સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ તપાસ ચાલુ કરે છે અને તપાસમાં કંઇ બહાર આવતું નથી. તેનાથી હિન્દુઓમાં એવી લાગણી જન્મે છે કે તેમની કાળજી લેનાર કોઈ નથી. તેનો અર્થ એ છે કે સમુદાય ભયમાં જીવે છે.