Petition to constitute a Parliamentary Committee on attacks on Hindus and anti-Hindu propaganda

હિંદુ સમુદાય પરના નફરતભર્યા હુમલાઓ અને હિંદુ વિરોધી પ્રચાર અંગે તપાસ કરવા માટે સંસદીય સમિતિની રચના કરવાની માંગ સાથે કૃષ્ણ જગલાન દ્વારા યુકે પાર્લામેન્ટની વેબસાઇટ પર પીટીશન કરાઇ છે. જેમાં માગણી કરાઇ છે કે હિંદુ સ્ટેકહોલ્ડર્સ સાથે હિન્દુઓને લગતા મુદ્દાઓ, ચિંતાઓ અને નીતિઓ માટેની દરખાસ્તો પર ચર્ચા કરવા માટે ક્રોસ-ગવર્નમેન્ટ એન્ટિ-હિન્દુ હેટ્રેડ વર્કિંગ ગ્રૂપની રચના કરો. આ ઉપરાંત યુકેમાં હિંદુ સમુદાય પર તાજેતરના હુમલાઓ દરમિયાન યોગ્ય અને સમયસર પગલાં લેવાયા હતા કે કેમ તેની તપાસ કરો.

પીટીશનમાં જણાવાયું છે કે હિન્દુ સમુદાય પરના તાજેતરના વધી રહેલા હુમલાઓ ગંભીર ચિંતાનો વિષય છે અને સોશિયલ મીડિયા પર વ્યવસ્થિત રીતે નફરત ફેલાવવામાં આવી હતી તથા પોલીસ ગેરમાર્ગે દોરાઈ હતી. આવનારા દિવસોમાં વધતી જતી સમસ્યાઓને ટાળવા માટે આ બાબતને અસરકારક અને અસરકારક રીતે હેન્ડલ કરવાની જરૂર છે.

10,000 સહીઓ થવાથી સરકાર આ અરજીનો જવાબ આપશે અને 100,000 સહીઓ થવાથી આ બાબતને સંસદમાં ચર્ચા માટે ધ્યાનમાં લેવામાં આવશે. પીટીશનની લિંક આ મુજબ છે https://petition.parliament.uk/petitions/629845.

LEAVE A REPLY