લોસ એન્જલસ શહેર શોર્ટ ટર્મ રેન્ટલ પ્રોપર્ટીઝને અંકુશમાં રાખવા માટે પૂરતા પ્રમાણમાં કામ કરી રહ્યુ નથી, એમ AAHOA અને સ્થાનિક હિમાયત જૂથ બેટર નેબર્સ LAના અહેવાલ અનુસાર ભાડાની મિલકતો અંગે શહેરે કંઇક વધુ કરવું જોઈએ.
એરબીએનબી જેવી હોમ શેરિંગ એપ્સ પર તેના હાલના 2019 વટહુકમને લાગુ કરો. લોસ એન્જલસ ઓર્ડિનન્સ મુજબ હોમ શેરિંગ એપ્સ જેવા શોર્ટ ટર્મ રેન્ટલ્સે નોંધણી કરાવવી જરૂરી છે જો કે, બેટર નેબર્સ અહેવાલમાં જાણવા મળ્યું છે કે શહેરમાં વટહુકમનો અમલીકરણનું સ્તર ચિંતાજનક છે. તેના વોર્નિંગ લેટર્સ 2022ની તુલનાએ 54 ટકા ઘટ્યા છે. જ્યારે દંડ 85 ટકા ઘટ્યો છે અને નોન-કોમ્પ્લાયન્ટ લિસ્ટિંગ 25 ટકા ઘટ્યું છે.
“દર વર્ષે અમે વાર્ષિક અહેવાલ બહાર પાડીએ છીએ તેના પરથી શહેરમાં શોર્ટ ટર્મ રેન્ટલની સ્થિતિ અગાઉના વર્ષની તુલનામાં કેવી રીતે બદલાઈ તે સમજાય છે. આ વર્ષે અમારું તારણ છે કે નોન-કોમ્પ્લાયન્સમાં વધારો થયો છે, એમ એક બેટર નેબર્સ લોસ એન્જલ્સ સાન્ટાના એક પ્રતિનિધિ એલિસન ક્રિસ્ટે મોનિકા મિરર અખબારને જણાવ્યું હતું. અમે લોસ એન્જલસમાં મોટાપાયા પર નોન-કોમ્પ્લાયન્સ જોયું.
આ સિવાય અમે અમલીકરણના મોરચે ઢીલાશ જોઈ રહ્યા છીએ. અમે ગયા વર્ષની સરખામણીમાં વધુને વધુ નોન-કોમ્પ્લાયન્ટ જોઈ રહ્યા છીએ. શહેર ઓછા ચેતવણીપત્રો જારી કરી રહ્યુ છે.