અમેરિકાના કોલકાતા ખાતેના કોન્સલ જનરલ મેલિન્ડા પાવેકે બીજાં વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રાજ્યમાં માર્યા ગયેલા અમેરિકન સૈનિકોના અવશેષો શોધવા માટે આસામના મુખ્યપ્રધાન હિમંત બિસવા શર્માંની મદદ માંગી છે.

પાવેકે ગત ગુરુવારે આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસવા શર્માને તેમની બેઠક દરમિયાન આ વિનંતી કરી હતી. શર્માએ બાદમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “યુએસ કોન્સ્યુલ જનરલે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આસામમાં જીવ ગુમાવનારા 1,000 અમેરિકન સૈનિકોના નશ્વર અવશેષો શોધવામાં મદદ માંગી છે. મેં તેમને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે અમે શક્ય તેટલી મદદ કરીશું.

આ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરોમાં અણુબોમ્બ ફેંક્યા હતા. પરંતુ ઘણા દેશોમાં અમેરિકન સૈનિકોએ મોટા પાયે જીવ ગુમાવ્યા હતા. તેમાંથી આસામ પણ ભારતનું એવું મહત્વનું રાજ્ય છે, જ્યાં અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments